રુપાણી સરકાર પણ ચીનને કરાવશે હજારો કરોડનું નુકશાન- બનાવ્યો આ માસ્ટરપ્લાન

Published on: 3:30 pm, Thu, 2 July 20

ગુજરાતમાં ચીનની કંપનીઓ જે 2 પ્રોજેક્ટ શરૂ કરવા તરફ જઇ રહી છે,તેને બંધ કરવાની તૈયારી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શરૂ કરી દીધી છે.તેમણે આ બાબતને લઈને કેન્દ્રનું માર્ગદર્શન પણ માગ્યું છે.દેશભરમાં ચીનની 59 જેટલી એપ્લિકેશન જેવી કે,જેમાં ટિકટોક અને હેલો એપ્લીકેશનનો સમાવેશ થાય છે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે,ત્યારે ભારત સરકારના રવૈયાનો ખ્યાલ આવી રહ્યો છે.જો આ પ્રોજેક્ટ્સને રદ કરવામાં આવે તો ગુજરાતમાં 40,000 કરોડના મૂડીરોકાણને અસર થઈ શકે તેમ છે.

ભારત-ચીન વચ્ચેના સંબંધો વધુ બગડતાં જાય છે,તે આ બધી એપ પર મૂકવામાં આવેલા પ્રતિબંધથી સાબિત થઈ રહ્યું છે.ગુજરાતનાં જે 2 પ્રોજેક્ટમાં 10,500 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવવાનું છે,તે પ્રોજેક્ટ્સ રદ થાય તેવી શક્યતા છે.ગુજરાત સરકાર કેન્દ્રના નિર્ણયની રાહ જોઇ રહી છે.કોરોના સંક્રમણનાં પહેલાં ગયેલાં વર્ષેના અંતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રત્યક્ષમાં ગુજરાત સરકાર અને ચાઇના એસોસિયેશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝીઝ (CASME) વચ્ચેનાં ગુજરાતનાં રોકાણને વ્યાપકપણે પ્રેરિત કરવા વિશેના 2 કરાર ગાંધીનગરમાં સંપન્ન કરવામાં આવ્યાં હતા.

આ કરાર મુજબ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનની SPV ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ અને CASME વચ્ચે થયેલા આ કરાર મુજબ 10,500 કરોડના સંભવિત મૂડીરોકાણ સાથે ધોલેરામાં ચાઇના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આગામી દિવસોમાં શરૂ કરવામાં આવી રહ્યો છે.આ કરારમાં મુખ્યમંત્રીના અગ્રસચિવ MK દાસ અને CASME ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ગૃપના વાઇસ પ્રેસિડેન્ટ વૈન્ડોંગ યીને પોતાનાં હસ્તાક્ષર પણ કર્યા હતા.

મુખ્યમંત્રીનાં આ કરાર મુજબ ચાઇનીઝ ડેલિગેશનને ગુજરાતમાં મોટાં પ્રમાણમાં આવી રહેલા વિદેશી મૂડીરોકાણ બાબતે જણાવ્યું હતું,કે તેઓ 2022 સુધીમાં જ ચાઇનીઝ ઉદ્યોગકારો પોતાના પ્લાન્ટ-એકમોની જરૂરી કામગીરી પૂર્ણ કરીને રાજ્યમાં ઉત્પાદનની શરૂઆત કરીને પ્રોત્સાહનોનો લાભ મેળવશે.

રૂપાણીએ તે સમયે જણાવતાં કહ્યું હતું,કે ભારત સરકારે ઉદ્યોગોને જે કર-વેરાની રાહતો આપી છે,તથા ગુજરાત સરકારે પણ MSME સેકટરમાં સોલાર એનર્જીને આગળ વધારવાની સહિતની જે સુવિધા જાહેર કરી છે,તેનો લાભ પણ ચાઇનાના આ ઉદ્યોગોને પણ મળશે,જો કે હવે આ કરાર પર ઠંડુ પાણી આપવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત 2015માં જ ચીનની કંપનીઓ સાથે થયેલી 22 MAUને પણ રદ્દ કરવાની પરવાનગી માગવામાં આવી છે.આ MAUમાં 30,000 કરોડનું મૂડીરોકાણ કરવાનુંનું હતું,પણ હવે આ પ્રોજેક્ટ્સને શંકાના દાયદામાં લેવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.