હવે ગણતરીની મીનીટોમાં જ ફૂલ ચાર્જ થઇ જશે કોઈપણ મોબાઈલ- આવી જબરદસ્ત ટેકનોલોજી

ગત ઘણાં સમયથી ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી પર ઘણું જ કામ થઇ રહ્યું છે. ઘણાં ફોન કુલ 18 વૉટ ક્વિક ચાર્જિંગ સપોર્ટની સાથે આવી રહ્યા છે,…

ગત ઘણાં સમયથી ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી પર ઘણું જ કામ થઇ રહ્યું છે. ઘણાં ફોન કુલ 18 વૉટ ક્વિક ચાર્જિંગ સપોર્ટની સાથે આવી રહ્યા છે, તો ઘણી કંપનીઓએ હાલમાં જ કુલ 10 વૉટ સુધીના ચાર્જિંગ સોલ્યૂશનને પણ દેખાડ્યા છે. ફ્યૂચર ડિવાઇસમાં કુલ 125 વૉટ સુધીની ચાર્જિંગ સ્પીડ હોઇ શકે છે. એટલે, કે સ્માર્ટફોનની બેટરીને ચાર્જ થવામાં કલાકો નહી ફક્ત થોડી મિનિટ જ લાગશે.

હવે, અમેરિકન ચિપ મેકર કંપની ‘Qualcomm’ એ ‘Quick Charge 5’ ટેક્નોલોજી બજારમાં પણ લોન્ચ કરી છે, જે સ્માર્ટફોનને ફક્ત 15 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ કરી દેશે. ‘ક્વાલકોમ’ કંપનીની ક્વિક ચાર્જ 5 ટેક્નોલોડી કુલ 100 વૉટ તથા તેનાથી પણ વધુનાં ચાર્જિંગને સપોર્ટ કરશે.

આ ક્વિક ચાર્જ એ ‘4.0/ 4+’ નું જ અપગ્રેડ વર્ઝન છે. જેની મદદથી ફોનની ચાર્જિંગ સ્પીડમાં ખુબ જ વધારો થશે. ‘ક્વિક ચાર્જ 5’ ને લઇને કંપનીનો એવો દાવો છે કે, તેની મદદથી સ્માર્ટફોનની બેટરી ફક્ત 5 જ મિનિટમાં 0-50 % સુધીનું ચાર્જ થઇ જશે અને બેટરીને ફૂલ ચાર્જ થવામાં પણ ફક્ત 15 જ મિનિટનો સમય લાગશે.

તેની ચાર્જિંગની સ્પીડ જૂના વર્ઝનની સરખામણીમાં કુલ 4 ગણી વધુ છે. માત્ર એટલું જ નહી, પરંતુ આ જૂના વર્ઝનની સરખામણીમાં કુલ 70 % વધુ એફિસિએંટ હોવાની સાથોસાથ પાવર ડિલિવરીની બાબતે ફર્સ્ટ જેન ક્વિક ચાર્જથી કુલ 10 ગણુ વધુ પાવરફૂલ પણ છે.

આની સિવાય આ 2S બેટરી તથા 20 વોલ્ટસ પાવર ડિલિવરીને સપોર્ટ પણ સાથે આવે છે. તેથી, બેટરી લાઇફને વધારવા માટે ક્વોલકોમ બેટરી સર્વર તથા એડેપ્ટર કેપેબિલિટી માટે પણ સ્માર્ટ આઇડેંટિફિકેશન જેવા ખાસ ફિચર્સની  સુવિધા મળશે.

ફાસ્ટ ડિવાઇસ ચાર્જિંગ 2એસ બેટરી તથા 20 વોલ્ટ પાવર ડિલિવરીને કારણે જ શક્ય થાય છે. તેનો અર્થ છે કે, આગામી સમયમાં આપને સ્માર્ટફોનમાં કુલ 2 બેટરી પેક્સ જોવા મળશે. જેથી, તેની ચાર્જિંગ સ્પીડ પણ 2 ગણી વધી જશે. ચાર્જિંગ વૉલ્ટ વધુ હોવાને લીધે ક્વોલકોમનું જણાવવું છે કે, ક્વિક ચાર્જ એ 5 આની પહેલાના વર્ઝન ક્લિક ચાર્જ 4ની સરખામણીમાં કુલ 10 ડિગ્રી સેલ્સિયસ વધુ ઠંડુ હશે.

આપને જણાવી દઇએ કે, ક્વાલકોમ સ્નેપડ્રેગન 865 તથા સ્નેપડ્રેગન 865 પ્લસ ચિપસેટની સાથે આવનાર ફ્લેગશિપ ફોન્સ પહેલેથી જ ક્વિક ચાર્જ 5 ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. આ ટેક્નોલોજીની સાથે પહેલું ડિવાઇસ 2020ના ત્રીજા ક્વાર્ટરમાં પણ આવવાની આશા રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *