NRI યુવકનો મોહ પાટીદાર દીકરી માટે કડવી યાદમાં પરિણમ્યો- યુવતી સાથે જે થયું તે…

જો વાત કરવામાં આવે તો અમેરિકા(America)માં રહેતા NRI પરિવારે ફક્ત 4 જ મહિનામાં પોતાના રંગ દેખાડી ગાંધીનગર(Gandhinagar)ની એક યુવતીની જિંદગી બરબાદ કરી નાખી હતી. હોમિયોપેથી(Homeopathy)ના…

જો વાત કરવામાં આવે તો અમેરિકા(America)માં રહેતા NRI પરિવારે ફક્ત 4 જ મહિનામાં પોતાના રંગ દેખાડી ગાંધીનગર(Gandhinagar)ની એક યુવતીની જિંદગી બરબાદ કરી નાખી હતી. હોમિયોપેથી(Homeopathy)ના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહેલી યુવતીને NRI યુવકે લગ્નની પ્રપોઝન મૂકી પણ યુવતીએ કહ્યું, હાલ ઉતાવળ નથી અને વાત ત્યાં જ અટકી ગઈ હતી. પરંતુ પાટીદાર વિવાહ એપ્લિકેશન ઉપર યુવતીનો બાયોડેટા જોતા જ NRI યુવકના ઈન્ડિયામાં રહેતા પરિવાર દ્વારા યુવતીનો સંપર્ક કર્યા પછી યુવક પણ અમેરિકાથી દોડી આવ્યો હતો અને યુવતી સાથે લગ્ન કરી અમેરિકા જતો રહ્યો હતો અને પછી જ ટોર્ચર કરવાનો ખેલ શરુ થયો હતો.

મહત્વનું છે કે, આશરે એકાદ વર્ષ અગાઉ અમેરિકન સિટિઝન યુવક બાજુથી પટેલ સમાજના વ્યક્તિ દ્વારા ગાંધીનગરની યુવતીને લગ્નનું માંગુ મોકલવામાં આવ્યું હતું. યુવતી હોમિયોપેથીના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહી હતી ને હાલમાં લગ્નની કોઈ ઉતાવળ નહીં હોવાનું કહેતા વાત ત્યાંને ત્યાં જ અટકી જવા પામી હતી. પરંતુ ત્યારબાદ યુવતી દ્વારા લગ્ન કરવા બાબતે પાટીદાર વિવાહ એપ્લિકેશન ઉપર બાયોડેટા શેર કરવામાં આવ્યો હતો. જેથી NRI યુવક અને સરગાસણ વિસ્તારમાં એક બંગલોમાં રહેતા તેના પરિવાર દ્વારા યુવતીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે યુવક અને યુવતી વચ્ચે વોટ્સઅપ કોલથી વાતચીત શરૂ થઈ હતી અને તે અમેરિકાથી 25 ડિસેમ્બર 2022ના રોજ ભારત આવી તેની માતા-સંબંધીઓને લઈ યુવતીના ઘરે ગયો હતો અને જ્યાં બંને વચ્ચે રૂબરૂ મુલાકાત થઈ હતી.

વધુમાં જો વાત કરવામાં આવે તો યુવતી સાથે થોડી વાતચીત કર્યા પછી યુવકે કહ્યું હતું કે, તું મને પસંદ છે અને હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. તો યુવકે એવું પણ કહ્યું કે, તેણે અગાઉ અમેરિકા ખાતે લગ્ન કર્યા હતા અને છૂટાછેડા પણ લઈ લીધા છે. મારી બહેનને પાછું અમેરિકા જવાનું હોવાથી આપણે જલ્દી લગ્ન કરવા પડશે. આમ પોતાનું ઊજળું ભવિષ્ય જોઈને યુવતી પણ લગ્ન માટે માની ગઈ હતી.

તેના પાંચ દિવસ પછી 30 ડિસેમ્બર 2022ના રોજ સરગાસણના બંગલામાં રહેતા પટેલ પરિવારે અમેરિકન નાગરિક યુવક સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા અને બંને હનીમૂન માટે ગોવા ગયા હતા. ત્યારે પાછા આવતા સાસરીમાં રોકાણ દરમિયાન અમેરિકન સિટિઝન નણંદ કહેવા લાગી હતી કે, તું ગમાર છે હાલના સમય અનુસાર તને રહેતા આવડતું નથી. જો કે એ સમયે યુવતીએ આ વાત પર બહુ ખાસ ધ્યાન આપ્યું ન હતું.

વધુમાં જો વાત કરવામાં આવે તો ત્યાર બાદ 13 જાન્યુઆરી 2023ના રોજ પતિ અમેરિકા જતો રહ્યો હતો અને સાથે સાથે સ્પાઉસની ફાઈલ મૂકવાનો વિશ્વાસ પણ આપતો ગયો હતો. જે બાદ બંને વચ્ચે વોટ્સઅપ કોલ પર વાતચીત થતી રહેતી હતી. પરંતુ થોડા જ સમયમાં પતિએ તેની પતી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. તેમજ તેની પત્નીના કોઈ મેસેજનો જવાબ પણ આપતો ન હતો. જેના પાંચ દિવસ બાદ પતિએ વોટ્સઅપ કોલ કરીને કહ્યું હતું કે, તારા પિતાએ અમને કંઇ દહેજમાં આપ્યું નથી. તો તારે જો અમેરિકા આવવું હશે તો ખર્ચ કરવો પડશે. એટલે કે અહિયાં ગ્રીનકાર્ડ અને સિટિઝનશિપ લેવા માટે 1 કરોડનો ખર્ચ કરેલ છે તે તારે આપવાનો રહેશે.

ત્યારે સાંભળી યુવતીને જોરદાર ઝટકો લાગ્યો હતો અને પૈસા આપવાની ના પાડતાં યુવકે છૂટાછેડાની માંગણી કરી હતી. જે મામલે યુવતીએ તેની સાસુને વાત કરતાં તેઓ પણ કહેવા લાગ્યા હતા કે, અમેરિકા જવું હોય તો મફત થોડું જવાય એક કરોડનો ખર્ચ થાય છે. આમ પતિ, સાસુ સહિતના સાસરિયાએ સંપૂર્ણ પ્લાનિંગથી પૈસા પડાવવા અને ફસાવવા લગ્નનું કારનામું રચ્યું હોવાનો યુવતીને અંદાજો આવી ગયો હતો.

તેમ છતાં પણ લગ્નજીવન ટકાવી રાખવા સમાધાનના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે સાસુએ જણાવતા કહ્યું હતું કે, અમેરિકા રહેતા સ્પાઉસ વિઝાની ફાઇલ વિડ્રો કરી લેવામાં આવી છે એટલે હવે છૂટાછેડા આપી દો અને જો અમેરિકા જવું હોય તો 1 કરોડ આપો નહીંતર તો જોવા જેવી થશે. આમ પતિ, સાસુ સહિતના છ સાસરિયાઓએ લગ્નનું કાવતરું ઘડીને પૈસાની માંગણી કરવામાં આવતાં યુવતી દ્વારા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *