રાજકોટમાં નાહવા ગયેલી નર્સનું શંકાસ્પદ મૃત્યુ- પોલીસને બાથરૂમ માંથી મળી એવી વસ્તુ કે ચડી ગોટે

રાજકોટ (Rajkot) શહેરમાંથી હૈયુ ચીરતી ઘટના સામે આવી છે. માધાપર ચોક (Madhapar Chowk) પાસે આવેલી એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અલ્પા નામની યુવતીનું મૃત્યુ…

રાજકોટ (Rajkot) શહેરમાંથી હૈયુ ચીરતી ઘટના સામે આવી છે. માધાપર ચોક (Madhapar Chowk) પાસે આવેલી એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અલ્પા નામની યુવતીનું મૃત્યુ થતા ચકચાર મચી ગઇ છે. સિનર્જી હોસ્પિટલમાં ફરજ બજાવતી અલ્પા ભુપતભાઈ ઝનકાતનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે અલ્પાની ઉંમર ૨૬ વર્ષ છે.

હોસ્પિટલની નજીક માધાપુર ચોક પાસે વરુણ એપાર્ટમેન્ટમાં રહેતી અલ્પા તેના જ ફ્લેટના બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવતા, તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ તે પહેલા જ અલ્પા નું મૃત્યુ થયું હતું. પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી, ત્યારે પોલીસને ખાલી ઇન્જેક્શન મળી આવ્યું હતું. મોતનું યોગ્ય કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. અલ્પા નું નાની ઉંમરે શંકાસ્પદ મૃત્યુ થતા, પોલીસ આ કેસની વધુ ને વધુ તપાસ કરી રહી છે.

અન્ય બે યુવતીઓ સાથે ફ્લેટમાં રહેતી હતી
હોસ્પિટલ દ્વારા નર્સને રહેવા માટે ભાડે ફ્લેટ રાખ્યો હતો. અલ્પાની સાથે બીજી બે યુવતીઓ પણ રહેતી હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ગઈકાલે હોસ્પિટલથી પરત ફરી અલ્પા નાહવા ગઈ હતી, અને લાંબો સમય સુધી બહાર ના આવતા રૂમમાં રહેલી અન્ય બે યુવતીઓએ ઘણીવાર દરવાજો ખખડાવ્યો હતો. તેમ છતાં કોઈ અવાજ ન આવતા દરવાજો તોડાવ્યો હતો. દરવાજો તોડતા ની સાથે જ અલ્પા બેભાન અવસ્થામાં નીચે પડેલી દેખાતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.

ગાંધીગ્રામના પી.એસ.આઇ સહિત અન્ય કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામનાર અલ્પા ગીર સોમનાથ ની હતી, અને અહીંયા નર્સની નોકરી કરી રહી હતી. પોલીસે જણાવતા કહ્યું હતું કે, બાથરૂમમાંથી ખાલી ઇન્જેક્શન મળી આવ્યું છે, જોકે અલ્પા ના શરીર ઉપર ઈન્જેક્શન લીધા ના એક પણ નિશાન મળ્યા નથી. કેસ ઉકેલવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *