36 બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી મારી ગઈ, પરીક્ષા આપવા જઈ રહેલી ગર્ભવતી યુવતીનું મોત

સ્કૂલ બાળકોથી ભરેલી બસ અનિયંત્રિત થતા પલટી ગઈ હતી. બસમાં સવાર ચાર બાળકોને ઈજા થઈ હતી, જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલી નર્સિંગની એક વિદ્યાર્થિની પણ…

સ્કૂલ બાળકોથી ભરેલી બસ અનિયંત્રિત થતા પલટી ગઈ હતી. બસમાં સવાર ચાર બાળકોને ઈજા થઈ હતી, જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલી નર્સિંગની એક વિદ્યાર્થિની પણ બસ પલટી જવાથી અથડાઈ હતી. નર્સિંગની વિદ્યાર્થિની આઠ માસની ગર્ભવતી હતી. આ અકસ્માતમાં યુવતી એટલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી કે, ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળકનું મૃત્યુ થયું હતું અને પછીના દિવસે સવારે નર્સિંગ સ્ટુડન્ટનું પણ મોત થયું હતું. બસના દસ્તાવેજો જોતા ખબર પડી કે તે 34 સીટર હતી, પરંતુ તેમાં 36 સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા અને સ્ટાફ અલગથી ચડ્યો હતો.

આ અકસ્માતમાં થોડે દૂર ચાલી રહેલી નર્સિંગ વિદ્યાર્થિનીની પાંચ વર્ષની પુત્રી અને પતિનો સારા નસીબથી બચાવ થયો હતો. સોમવારે મૃતકના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. મૃતક મહિલા તેના પતિ સાથે પરીક્ષા આપવા માટે ગ્વાલિયર આવી હતી.

મંગળવારે બાળકોથી ભરેલી પલ્સ વેલી સ્કૂલની બસ પલટી ગઈ હતી. જેના કારણે તેમાં સવાર ચાર બાળકોને ઈજા થઈ હતી. આ સાથે ત્યાંથી પસાર થતી મથુરાની રહેવાસી નેહા શર્મા પણ બસની અડફેટે આવી હતી. તે તેના પતિ અને પાંચ વર્ષની પુત્રી સાથે નર્સિંગની પરીક્ષા આપવા આવી હતી.

આ અકસ્માતમાં નર્સિંગની વિદ્યાર્થિની નેહા શર્મા (25) અને શાળાના ચાર બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. નેહાના ગર્ભસ્થ બાળકનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.  આ અકસ્માતમાં સ્કૂલનાં બાળકો જિનિષા ચોપરા (7), સરાફા બજાર નિવાસી તનવ ચોપરા, દૌલતગંજ નિવાસી દિવ્યા અને નિમ્બાલકર ગોથ નિવાસી રાઘવ ગર્ગ (11) ઘાયલ થયાં હતાં. પ્રાથમિક સારવાર બાદ તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે નોધ લઈને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *