વાળ અને ત્વચા માટે ખુબ ફાયદાકાર છે આ ઘરેલું ઉપાય, કલાકમાં ગાયબ થઇ જશે ડાઘા.

તમે તમારી ત્વચા માટે અનેક ઘરેલું ઉપાય પણ કરો છો. તેમાથી એક છે જાયફળનો ઉપયોગ જે ત્વચા માટે ખૂબ લાભદાયી હોય છે. તેનો ઉપયોગ તમેન…

તમે તમારી ત્વચા માટે અનેક ઘરેલું ઉપાય પણ કરો છો. તેમાથી એક છે જાયફળનો ઉપયોગ જે ત્વચા માટે ખૂબ લાભદાયી હોય છે. તેનો ઉપયોગ તમેન સારું પરિણામ આપશે. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે, જાયફળના પાવડરનો નિયમિત ઉપયોગ કરવાથી લાંબા અને ચમકદાર વાળ અને ડાઘ વાળી ત્વચા મળશે. જાયફળના એન્ટીમાક્રોબાયલ (antimicrobial) તત્વ ખીલથી લડવામાં અને ત્વચાની ગંદકી દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેના એન્ટી-ઇન્ફલેમેટરી તત્વથી પણ ખીલના ડાઘ દૂર થાય છે.

હોમમેડ જાયફળ માસ્ક.

જાયફળ અને દૂધ

જાયફળ પાવડરમાં થોડૂંક ઠંડુ દૂધ મિક્સ કરી લો. તેને ચહેરા પર લગાવો અને એક કલાક માટે રાખી મૂકો. હવે નવશેકા પાણીથી મોંને બરાબર ધોઇ લો. તે બાદ મોઇશ્ચરાઇઝર લગાવી લો. જેમા તમે મધ પણ મિક્સ કરી શકો છો.

તજ અને જાયફળ.

જાયફળ પાવડર, તજનો પાવડર અને મધને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેને રોજ સવારે 10-15 મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો. તેનાથી ચહેરા પરના ખીલ અને સાથે જ ડાઘ તેમજ ખીલના અતિશય ખરાબ નિશાન દૂર થાય છે.

જાયફળ સ્ક્રબ.

મસૂરની દાળનો પાવડર અને જાયફળ પાવડરને મિક્સ કરી લો. હવે તેમા થોડૂંક ગુલાબદળ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે સ્ક્રબનું નિયમિત રીતે ઉપયોગ કરવાથી બ્લેકહેડ્સ અને બંધ પોર્સને ખોલવામાં મદદ કરે છે.

ઉપયોગ કરવાની રીત.

જાયફળનો પાવડર અને તેલ, બન્નેનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. જ્યાં પાવડરને ફેસમાસ્કમાં ઉમેરીને લગાવી શકાય છે. જ્યારે તેલને ચહેરા પર અને વાળ પર લગાવી શકાય છે. તેલને નારિયેળ તેલની સાથે મિક્સ કરીને વાળ પર લગાવો. તેનાથી વાળ ભરાવદાર થાય છે અને સ્કેલ્પનું ઇન્ફેક્શન દૂર થાય છે. જેનાથી ખોડાની સમસ્યા થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *