શું તમે જાણો છો કે મોબાઈલને કારણે પણ શરીરનું વજન વધે છે. જાણો આ રીપોર્ટ.

Sponsors Ads

જ્યારથી બજારમાં અને લોકોના જીવનમાં આ મોબાઈલ આવ્યા છે ત્યારથી લોકોની લાઈફ સરળ બની ગઈ છે. પરંતુ મોબાઈલને કારણે આપણે એકસાથે અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરીએ છે. આ કારણે જ ડોક્ટર સલાહ આપે છે કે મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત કરતા વધુ નહીં કરવો. હાલમાં જ થયેલા એક સંશોધનમાં કહેવાયું છે કે મોબાઈલને કારણે વજન વધવાની સમસ્યા પણ ઉભી થાય છે.

Sponsors Ads

તમને જાણીને નવાઈ લાગશે પણ કેલિફોર્નિયાની સિમોન બોલિવર યુનિવર્સિટીએ આ સંશોધન કર્યું છે કે પાંચ કલાકથી વધુ સમય મોબાઈલ પર પસાર કરવાથી વજન વધવાની સમસ્યામાં 43 ટકા જેટલો વધારો થાય છે. સંશોધનકર્તાઓ આ વિશે જણાવે છે કે આવું એટલે થાય છે માણસ પાંચ કલાકથી વધુનો સમય મોબાઈલ પર મચેલો રહે છે ત્યારે તેની ફિઝિકલ એક્ટિવિટી એકદમ ઘટી જાય છે અને આ કારણે તેનું વજન વધવા માંડે છે.


Loading...

સાથે સાથે જ એક સંશોધનમાં એ પણ ધ્યાનમાં આવ્યું છે કે આ રીતે મોબાઈલ કે સ્ક્રીન્સ પર વધુ સમય વીતાવનારાઓ ફાસ્ટ ફૂડ કે અન્ય પ્રકારનો ખોરાક પણ વધુ માત્રામાં આરોગતા હોય છે, જેને કારણે તેમનું ફેટ કે કેલરી બર્ન નથી થતા. આ કારણે તેમના અંગો પણ એટલા એક્ટિવ નથી રહેતા અને તેમની કાર્યક્ષમતા ઘણી ઘટી જાય છે.

Sponsors Ads

આ પહેલા વર્ષ 2016માં હોવર્ડ ચેન સ્કૂલના રિપોર્ટમાં પણ એ જણાવવામાં આવ્યું હતું કે મોબાઈલ પર વધુ સમય વીતાવવાને કારણે વ્યક્તિના વજનમાં ઘણો વધારો થાય છે. આથી તમને સલાહ છે કે જો ઓફિસ અથવા બીજું કોઈ મહત્ત્વનું કામ ન હોય તો સોશિયલ મીડિયા કે વિડિયોઝ પાછળ વધુ સમય બરબાદ ન કરતા બીજી ફિઝિકલ એક્ટિવિટિઝ પર પણ ધ્યાન આપવું.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...