18 ઓક્ટોબર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે, જાણો તમારી રાશિ મુજબ.

મેષ રાશી ભવિષ્ય સફળતા હાથવેંતમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની…

મેષ રાશી ભવિષ્ય

સફળતા હાથવેંતમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. પ્રવાસને કારણે રૉમેન્ટિક સંબંધોને વંગ મળશે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો.

વૃષભ રાશી ભવિષ્ય

ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારા માતા-પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો. તમારી સખેત મહેનતનું વળતર મળશે કેમ કે તમને પ્રમોશન મળવાની શક્યતા છે. નાણાંકીય લાભો વિશે વિચારતા નહીં કારણ કે લાંબા ગાળામાં તમે જ લાભાર્થી ઠરવાના છો. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા.

મિથુન રાશી ભવિષ્ય

બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. તમારા બૉસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયર્યો પૂરાં કરો. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે.

કર્ક રાશી ભવિષ્ય

રમતગમત તથા અન્ય આઉટડૉર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી.

સિંહ રાશી ભવિષ્ય

ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે. કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશાં સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે. આ બાબત તમને નર્વસ કરી મુકશે. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું. આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે.

કન્યા રાશી ભવિષ્ય

યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે. આ બાબત તમને મદહોશ બનાવી દેશે.

તુલા રાશી ભવિષ્ય

જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે. તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે.

વૃશ્ચિક રાશી ભવિષ્ય

હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે-તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંઝવણ તમને થશે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહ-કર્મચારીઓને નહીં ગમે-પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે- તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી- તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઊડી ગયો છે, તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો.

ધન રાશી ભવિષ્ય

તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથઈ તમે ખુશ થશો. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. રૉમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

મકર રાશી ભવિષ્ય

આજે ધાર્મિક તથા આધ્યત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથીના જૂઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે, જો કે એ સાવ નાની બાબત હશે.

કુંભ રાશી ભવિષ્ય

તમને તમારા ટૅન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. કેટલાક માટે નવો રૉમાન્સ ચોક્કસ જણાય છે-તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા, આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે.

મીન રાશી ભવિષ્ય

જીવનને માણવા માટે તંમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદભુત બનાવવામાં તમારી મદદ કરશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *