હાથીને બચાવા ગયેલી રેસ્ક્યુ ટીમની બોટ પલટી જતા પત્રકાર સહીત ચાર જવાનોએ ગુમાવ્યા જીવ- જુઓ મોતનો LIVE વિડીયો

ઓરિસ્સા(Odisha): કટક(cuttack) જિલ્લાના મુંડલી પુલ(mundali bridge) પાસે નદીમાં ફસાયેલા હાથીને બચાવવાનો પ્રયાસ(rescue elephant) કરતી વખતે એક સ્થાનિક ન્યૂઝ ચેનલના પત્રકારનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય…

ઓરિસ્સા(Odisha): કટક(cuttack) જિલ્લાના મુંડલી પુલ(mundali bridge) પાસે નદીમાં ફસાયેલા હાથીને બચાવવાનો પ્રયાસ(rescue elephant) કરતી વખતે એક સ્થાનિક ન્યૂઝ ચેનલના પત્રકારનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક બચાવ કાર્યકર લાપતા છે. આ અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા છે. આ ઘટના શુક્રવારે બની હતી જ્યાં એક જંગલી હાથી ‘મહાનદી(Mahanadi)’ નદીમાં ફસાયેલો હતો અને બે વિભાગના 80 વન અધિકારી(Forest officials)ઓ અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF) ના સભ્યોએ તેને બચાવવા માટે મોટાપાયે ઓપરેશન શરૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હાથીને મદદ કરવા નદીમાં ઘૂસી ગયેલી બચાવ ટીમની બોટ પાણીના ભારે પ્રવાહને કારણે પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા છે. તે જ સમયે Otv ના રિપોર્ટરએ પણ આ ઘટનામાં લાઇવ કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો છે. પત્રકારની ઓળખ અરિંદમ દાસ તરીકે થઈ છે. સાથે જ તેમની સાથે હાજર વીડિયો પત્રકારની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.

17 હાથીઓ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા:
વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક સાથે 17 હાથીઓ આ નદી પાર કરતા હતા, જે ગુરુવારે મોડી રાત્રે ચાંડકા બાજુથી ‘મહાનદી’ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પાણીમાં જોરદાર પ્રવાહને કારણે 10 જેટલા હાથીઓ નદીમાં ફસાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, શુક્રવાર સવાર સુધી નદીમાં ત્રણ હાથીઓ જોઇ શકાતા હતા. જેમાંથી બે હાથી નદી પાર કરવામાં સફળ રહ્યા, જ્યારે એકલો હાથી પુલ પાસે અટકી ગયો. હાથી છ કલાકથી વધુ સમયથી અટવાયેલો છે અને નદીના કાંઠે પહોંચવા માટે 20 મીટરનું અંતર કાપવું પડશે.

ડાકા ડિવિઝનના સહાયક વન સંરક્ષક સંગ્રામ મોહંતીએ જણાવ્યું હતું કે,અન્ય હાથીઓ સુરક્ષિત રીતે નદી પાર કરી ગયા છે પરંતુ આ એક હાથી હજુ પણ ફસાયેલો છે. પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો, જેના કારણે હાથી નદીમાં જ થાકી ગયો. ODRAF, ફાયર વિભાગ અને વન વિભાગની ટીમોને બચાવ કામગીરીમાં જોડાઈ ચુકી છે.

વન સંરક્ષક સંગ્રામ મોહંતીએ કહ્યું, અમે તેને બચાવવા માટે તેમની ચારેય બાજુ જાળ પાથરી દીધી હતી જેથી અમે તેને બચાવી શકીએ. થોડા સમય બાદ હાથીએ સાહસ દાખવીને જાતે જ ચાલવાનો અને નદી પાર કરવાનો પ્રયાસ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *