રાજ્યની સરકારી શાળામાં કોરોનાનો રાફડો ફાટ્યો- એક સાથે 26 વિદ્યાર્થીનીઓ સંક્રમિત મળી આવતા તંત્ર થયું દોડતું

ભારતમાં સંભવતઃ કોરોનાની ત્રીજી લહેર(The third wave of the corona) શરૂ થઈ ગઈ છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં શાળાઓ ખુલ્યા બાદ બાળકોમાં કોરોના વાયરસ(Corona virus)નો ચેપ…

ભારતમાં સંભવતઃ કોરોનાની ત્રીજી લહેર(The third wave of the corona) શરૂ થઈ ગઈ છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં શાળાઓ ખુલ્યા બાદ બાળકોમાં કોરોના વાયરસ(Corona virus)નો ચેપ ઝડપથી વધી રહ્યો છે. મહત્વનું છે કે, શાળા-કોલેજ અને મેડિકલ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યો છે. ઓડિશા(Odisha)માંથી શાળાના બાળકોના કોરોના પોઝિટિવ હોવાનો તાજેતરનો કેસ સામે આવ્યો છે. ઓડીશાના મયુરભંજ(Mayurbhanj) જિલ્લાના ચમકપુરની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ (SSD)ની 25 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

ન્યૂઝ એજન્સી ANI દ્વારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર, ઓડિશાના મયુરભંજ જિલ્લાના ચમકપુર સ્થિત સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ (SSD)ની 25 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મયુરભંજના મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડૉ. રૂપવનુ મિશ્રાએ કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને અમારી મેડિકલ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની તબિયત સ્થિર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓડિશાના મયુરભંજ જિલ્લાના ચમકાપુરની ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ (SSD)ની તમામ 25 વિદ્યાર્થિનીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. શાળાની 259 વિદ્યાર્થીનીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે, જેથી કોરોનાની ગંભીરતાને ટાળી શકાય. કરંજિયા સબ-કલેક્ટર ઠાકુરમુંડા, બીડીઓ તહસીલદાર અને ડોકટરોની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા શાળાએ પહોંચી હતી. કોવિડ-19 અંગે શાળાની વિદ્યાર્થીનીઓને વિશેષ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, લગભગ એક અઠવાડિયા પહેલા સુંદરગઢ જિલ્લાની એક હાઈસ્કૂલના 53 વિદ્યાર્થીઓ અને સંબલપુર જિલ્લાના બુરલામાં મેડિકલ કોલેજના 31 MBBS વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં દેશમાં રસીકરણ અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. દુનિયામાં નવા વેરિઅન્ટના આગમન સાથે લોકોની ચિંતામાં વધુ વધારો થયો છે. નવેમ્બર દરમિયાન શાળાના બાળકોમાં જોવા મળતા કોરોના સંક્રમણને કારણે દેશના લોકોમાં કોરોનાના ત્રીજી લહેરનો ભય વધવા લાગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *