આરોગ્ય મંત્રી પર થયું ધડાધડ ફાયરિંગ, છાતીના ભાગે ગોળી વાગતા…

સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર,કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સ્વાસ્થ્ય મંત્રી જ્યારે તેમની કારમાંથી બહાર નીકળ્યા ત્યારે ASI દ્વારા તેમના પર…

સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર,કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સ્વાસ્થ્ય મંત્રી જ્યારે તેમની કારમાંથી બહાર નીકળ્યા ત્યારે ASI દ્વારા તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ કર્મચારીએ તેમના પર ફાયરિંગ કેમ કરવામાં આવ્યું, તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટના પછી ઓડીશા(Odisha)ના આરોગ્ય મંત્રી(Minister of Health) નબા કિશોર દાસ(Naba Kishore Das)ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, ઓડીશાના આરોગ્ય મંત્રી નબા કિશોર દાસની ASI દ્વારા ધડાધડ ગોળીઓ મારવામાં આવી હતી. ગોળી વાગવાને કારણે નબા કિશોર દાસ ઘાયલ થયા છે. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઝારસુગુડા જિલ્લામાં એક સહાયક સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ (ASI ) એ રવિવારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નવ કિશોર દાસને ગોળી મારી દીધી હતી.

આ ઘટના બ્રજરાજનગર નગરમાં બની હતી જ્યારે મંત્રી એક મીટિંગમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. બ્રજરાજનગરના SDPO ગુપ્તેશ્વર ભોઈએ કહ્યું, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ (ASI) ગોપાલ દાસે મંત્રી પર ફાયરિંગ કર્યું. આ ઘટનામાં મંત્રી ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે નબા દાસ પોતાના વાહનમાંથી બહાર નીકળ્યા ત્યારે ASIએ તેમના પર ગોળીબાર કર્યો. ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ઘટના સમયે હાજર રહેલા એડવોકેટ રામ મોહન રાવે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, જ્યારે મંત્રી આવ્યા ત્યારે કેટલાક સુરક્ષા કર્મચારીઓ સહિત ભીડ તેમને લેવા ગઈ હતી. તે જ સમયે એક અવાજ આવ્યો અને પોલીસ ઓફિસર ભીડમાંથી ભાગી ગયો. તેણે ભાગતા સમયે ગોળીબાર કર્યો હતો. અમને લાગ્યું કે, જેણે તેને મારી નાખ્યો તેના માટે તેણે ગોળી ચલાવી હતી. ગોળી છાતીના ભાગમાં વાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *