મોરબી તાલુકામાં જુનો ઝઘડો ફરીથી બન્યો ઉગ્ર, પાઈપ વડે હુમલો કરતા એકનું મોત- જુઓ live વિડીઓ

મોરબીમાં તાલુકાના ધરમપુર ગામમાં જુના ઝઘડાને લઈને એક યુવાન પર 10 જેટલા ઈસમો દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો. ઈજા પામેલા યુવકનું સારવાર દરમિયાન તેમનું મોત…

મોરબીમાં તાલુકાના ધરમપુર ગામમાં જુના ઝઘડાને લઈને એક યુવાન પર 10 જેટલા ઈસમો દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો. ઈજા પામેલા યુવકનું સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું અને સમગ્ર ઘટનાએ હત્યાનું રૂપ ધારણ કર્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો મોરબીના ધરમપુર ગામે સ્થિત ભરતભાઈ પરમાર નામના વ્યક્તિ પર ગામમાં જ રહેતા શખ્સોએ લાકડી, પાઈપ અને ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે મૃતક ભરતભાઈના પત્ની 28 વર્ષીય મંજુબેન ભરતભાઈ પરમાર અને તેમના પતિ જુના ઝઘડાને લઈને આરોપી જાદવભાઈ ઉર્ફે જાદો, બેચરભાઈ ભરવાડ અને તેમનો ભાઈ, શલીયો ભરવાડ, મૈલો કોળી, મૈલા કોળીનો ભાઈ સંજય કોળી, બળીયો કોળી અને બળિયા કોળીના સબધી એવો શિવો કોળી અને શિવા કોળીનો છોકરો બાબો કોળીએ હુમલો કર્યા હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ સમગ્ર ઘટનામાં જગદીશભાઈ અને ભરતભાઈને પરમારને માર મારતા ભરતભાઈને ગંભીર ઈજાઓ થઇ હતી. ભરતભાઈને હાલ સારવાર હેઠળ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતો ત્યાં ઈજાગ્રસ્ત ભરતભાઈનું સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મ, બંને વ્યક્તિ નશામાં હોય તેવું લાગી રહ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે હાલ મોરબી પોલીસે નવા શખ્સો સાળતી માહિતી અનુસારમે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. તમે વીડીઓમાં જોઈ શકો છો કે, જેમાં મારા મારીના દ્રશ્યો જોઈ શકો છો. સાથે સાથે બે વ્યક્તિઓ હાથમાં પાઈપ સાથે જોવા મળી રહ્યા છે. ત્યારબાદ તેમાંથી એક વ્યક્તિ મહિલા પર હુમલો કરે છે. હુમલો કરનાર શખ્સ ગથોલીયા ખાતો હોય તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર ઘટના અંગે મોરબી તાલુકાના પી.આઈ. એમ આર ગોઢાણીયાએ આગળની તપાસ હાથ ધરીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *