કેવો કલિયુગ : છેલ્લાં 19 વર્ષથી 65 વર્ષીય વૃદ્ધા જાહેર શૌચાલયમાં રહે છે, રોજ સાફ-સફાઈ કરીને 70 રૂપિયા કમાય છે

Published on Trishul News at 12:53 PM, Mon, 26 August 2019

Last modified on August 26th, 2019 at 12:53 PM

તમિલ નાડુના મદુરાઈ શહેરમાં એક 65 વર્ષીય વૃદ્ધા છેલ્લાં 19 વર્ષથી પબ્લિક ટોઇલેટમાં રહે છે. કુરાપાઈ મદુરાઈના રામનદ વિસ્તારમાં પબ્લિક ટોઇલેટ સાફ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ રોજના માંડ 70 થી 80 રૂપિયા કમાય છે.

કુરાપાઈએ ન્યૂ એજન્સી ANIને જણાવ્યું કે, મેં સીનિયર સિટિઝન પેંશન માટે ઘણી બધી વાર અરજી કરી છે, પણ મને કલેક્ટર કાર્યાલય તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. હું અહીં સાફ-સફાઈ કરીને પૈસા કમાવું છું.


આવક માટે અન્ય કોઈ સાધન ન હોવાથી આ વૃદ્ધાને જાહેર શૌચાલયમાં કામ કરવું પડે છે. તેમણે કહ્યું કે, મારી એક દીકરી છે, પણ તે ક્યારેય મને મળવા આવતી નથી. હું દિવસના 70થી 80 રૂપિયા કમાઈ લઉં છું. મારી પાસે ઘર ન હોવાથી હું અહીં જ રહું છું.

સોશિયલ મીડિયા પર કુરાપાઈના સમાચાર ઘણા વાઇરલ થઈ રહ્યા છે, અને ઘણા લોકો તેમની મદદ કરવા માટે પણ આગળ આવ્યા છે.

Be the first to comment on "કેવો કલિયુગ : છેલ્લાં 19 વર્ષથી 65 વર્ષીય વૃદ્ધા જાહેર શૌચાલયમાં રહે છે, રોજ સાફ-સફાઈ કરીને 70 રૂપિયા કમાય છે"

Leave a comment

Your email address will not be published.


*