અસહ્ય પીડાથી પીડાતી ગાયના પેટમાંથી નીકળ્યું 71 કિલો પ્લાસ્ટિક, ખીલ્લી, કાચ અને સિક્કા…

સરકારના તમામ પ્રયાસો બાદ પણ પોલિથીનના ઉપયોગ પર પ્રતિબંધ નથી લાગી શક્યો. આ જ કારણ છે કે, પર્યાવરણની સાથે જ રસ્તે રઝળતા પશુઓ પર તેની…

સરકારના તમામ પ્રયાસો બાદ પણ પોલિથીનના ઉપયોગ પર પ્રતિબંધ નથી લાગી શક્યો. આ જ કારણ છે કે, પર્યાવરણની સાથે જ રસ્તે રઝળતા પશુઓ પર તેની અસર જોવા મળી રહી છે. અને તેમને ભોગવવું પણ પડે છે. હાલમાં જ એક દુર્ઘટનામાં ઘાયલ થયેલી ગાયની સર્જરી કરવામાં આવી છે. આ દરમિયાન તેના પેટમાંથી 71 કિલોથી વધુ પોલિથીન કાઢવામાં આવી અને સાથે-સાથે કચરો પણ કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાયના પેટમાંથી પોલિથીન, સોય, સિક્કા, પથ્થર અને ખીલ્લી પણ મળી આવી છે.

દેવઆશ્રય હૉસ્પિટલના ડૉક્ટર અતુલ મોર્યએ જણાવ્યું કે, ગાયની સર્જરી સફળ રહી પરંતુ તે હજુ ખતરાથી બહાર નથી. આવતા 10 દિવસ ખૂબ જ અગત્યના રહેશે. નોંધનીય છે કે, ડૉક્ટર અતુલ સાત વર્ષીય ગાયની સર્જરી કરનારી ત્રણ સભ્યોની ટીમનો હિસ્સો હતા.

અંગ્રેજી અખબાર ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ અનુસાર ગાયને એનઆઇટી-5થી રેસ્ક્યૂ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, એક કારે ગાયને ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ ગાયને દેવઆશ્રય હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં ગાય દુ:ખાવાના કારણે પોતાના પેટ પર લાત મારી રહી હતી. ત્યારબાદ ગાયનો એક્સ-રે તેમજ અલ્ટ્રાસાઉન્ડ ચેક કરવામાં આવ્યો. ટેસ્ટમાં ગાયના પેટની અંદર હાનિકારક પદાર્થો હોવાનું જાણવા મળ્યું હતું.

ગાયના પેટની અંદર 71 કિલો કચરો કાઢવાની સર્જરી ખતરનાક
જાણવા મળ્યું છે કે, ગાયના પેટના ચાર હિસ્સાઓને સાફ કરવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો હતો. જેમાં મોટાભાગમાં પોલિથીન હતી. ડૉક્ટરોનું કહેવું છે કે, ગાયનું પાચન તંત્ર જટિલ છે. જો પોલિથીન લાંબા સમય સુધી તેમાં રહે તો તે પેટ સાથે ચોંટી જાય છે. તેનાથી હવા ભરાઈ શકે છે. આ સ્થિતિમાં એક પશુ પેટને લાત મારવાનું શરૂ કરી શકે છે. પરંતુ, પશુના પેટની અંદર 71 કિલો કચરો હોવો એ એક ખતરનાક બાબત છે. આ ઘટના ફરીદાબાદમાં બની હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *