સારો વરસાદ થાય એ માટે BJP નેતાએ ગધેડાં પર બેસીને કર્યું એવું કે… 

ચોમાસાંની સારી એવી શરૂઆત થઈ ચુકી છે. એવામાં ભાજપના નેતા શિવ ડિંગૂએ જણાવતાં કહ્યું, કે આ એક પ્રાચીન ટોટકો છે, તથા સારા વરસાદની માટે પહેલાના…

ચોમાસાંની સારી એવી શરૂઆત થઈ ચુકી છે. એવામાં ભાજપના નેતા શિવ ડિંગૂએ જણાવતાં કહ્યું, કે આ એક પ્રાચીન ટોટકો છે, તથા સારા વરસાદની માટે પહેલાના જમાનામાં પણ લોકો આ રીતે જ કરતા હતા. જેમાં ગધેડા પર ગામના સરપંચ તથા ગામનાં ધણીને બેસાડવામાં આવતા હતાં. અહીં ઉલ્લેખનીય છે, કે આ વિસ્તારમાં ગયાં વર્ષ કરતા હજુ સુધીમાં ,માત્ર 4 ઇંચ વરસાદ જ ઓછો થયો છે.

જેને લીધે ગ્રામીણ ક્ષેત્રમાં પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તથા તેમનો ઊભો પાક પણ બળી રહ્યો છે. ગયાં વર્ષે પણ ઇન્દોરમાં કુલ 15.8 ઇંચ જ વરસાદ પડ્યો હતો. આ વખતે માત્ર 11.6 ઇંચ જ વરસાદ પડ્યો છે. ત્યારે લોકોના ટોટકા લગાવીને સારા વરસાદ થાય એવી આશા કરી રહ્યા છે.

બીજી બાજુ એ વાત છે, કે કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે આવા ટોટકા કરવા એ ચિંતાનો વિષય બની શકે છે. Covid-19 નાં મામલામાં ઇન્દોર જિલ્લો એ રેડ ઝોનમાં આવે છે. અહીં રોજનાં કુલ 100થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ આવે છે.

તેમ છતાં પણ આ લોકો આવાં પ્રકારનું આયોજન કરીને સંક્રમણના ફેલાવાને નજરમાંથી ચૂકવી કરી રહ્યા છે. આ વરઘોડામાં ઘણાં લોકોએ સોશિયલ ડિસ્ટેંસિંગનું પણ પાલન કર્યું ન હતું, તો ઘણાં લોકો માસ્ક વગર પણ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *