જયારે આ મહિલાએ ખાધું 100 વર્ષ જૂનું ઈંડું ત્યારે જે થયું… -જુઓ LIVE વિડીયો

હાલમાં જ સોશિયલ મીડિયા(Social media) પર એક વિડીઓ ખુબ જ વાયરલ(Viral) થઈ રહ્યો છે. આ વીડીઓમાં એક મહિલાએ 100 વર્ષ જૂનું ઈંડું(Egg) ખાઈ લીધું છે.…

હાલમાં જ સોશિયલ મીડિયા(Social media) પર એક વિડીઓ ખુબ જ વાયરલ(Viral) થઈ રહ્યો છે. આ વીડીઓમાં એક મહિલાએ 100 વર્ષ જૂનું ઈંડું(Egg) ખાઈ લીધું છે. મળતી માહિતી અનુસાર આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ(Instagram) પર ashy નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મહિલાએ આ ઈંડાનો સ્વાદ પણ જણાવ્યો હતો.

મળતી માહિતી મુજબ વાયરલ વીડિયોમાં એક વિદેશી મહિલા હાથમાં ઈંડું લઈને જણાવે છે કે, તે 100 વર્ષ જૂનું છે. આ પછી, તે તેના દર્શકોને પૂછે છે કે, શું હું તેને ટ્રાય કરું? જો કે, મહિલાનું એમ પણ કહેવું છે કે તે નથી જાણતી કે આ ઈંડું ખરેખર કેટલું જૂનું છે, પરંતુ લોકો તેને સેન્ચ્યુરી એગ કહે છે.

 

View this post on Instagram

 

A post shared by ashley (@ashyi)

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઈંડાનો અંદરનો ભાગ કાળો થઈ ગયો છે. ઈંડાની હાલત જોઈને કદાચ ઈંડા પ્રેમીઓ પણ તેને ખાવાથી સો વાર વિચારશે. વીડિયોમાં એવું પણ આપવામાં આવ્યું છે કે, આ સદીના ઈંડાને ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. આ ઇંડાને માટી, રાખ, ચૂનો અથવા મીઠું જેવી વસ્તુઓ સાથે એક અઠવાડિયા કે એક મહિના સુધી રાખવામાં આવે છે. જે પછી ઈંડાનો રંગ બદલાઈ જાય છે.

જાણવા મળ્યું છે કે, આ ઈંડાને ચાખ્યા બાદ મહિલા તેના સ્વાદ વિશે પણ જણાવે છે. સ્વાભાવિક છે કે તેનો સ્વાદ સામાન્ય ઈંડાથી સાવ અલગ હશે. મહિલાના જણાવ્યા અનુસાર ઈંડાનો સફેદ ભાગ ઘેરો બદામી અને સંપૂર્ણપણે લીલાક છે, જ્યારે તેની જરદી લીલી અને અત્યંત ક્રીમી છે. તમને જણાવી દઈએ કે આવા ઈંડાનો ઉપયોગ રેમેન, ટોફુ અને અન્ય ચટણી સાથે કરવામાં આવે છે.

આ 100 વર્ષ જૂનું ઇંડા કેટલાક લોકો માટે આશ્ચર્યજનક હોઈ શકે છે, પરંતુ તે થાઈ અને સિંહ સંસ્કૃતિમાં આ વાત સામાન્ય છે. અહીના લોકો તેને ખુબ જ ચાહે છે. આ વીડિયો જોયા બાદ લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. મોટાભાગના લોકોએ મહિલાને તેના સ્વાદ વિશે પૂછ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *