ઓમિક્રોન કાબુ બહાર! એક જ દિવસમાં 101 કેસ નોંધાતા મચ્યો હાહાકાર- ડેલ્ટાને પણ આપે છે ખરી ટક્કર

કોરોના(Corona)ના નવા પ્રકારને લઈને સમગ્ર વિશ્વ ચિંતિત છે. કારણ કે તે ઝડપથી તેના પગ ફેલાવે છે. મંગળવારે, બ્રિટનમાં ઓમિક્રોન(Omicron)ના 101 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ…

કોરોના(Corona)ના નવા પ્રકારને લઈને સમગ્ર વિશ્વ ચિંતિત છે. કારણ કે તે ઝડપથી તેના પગ ફેલાવે છે. મંગળવારે, બ્રિટનમાં ઓમિક્રોન(Omicron)ના 101 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ નવા પ્રકારથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 437 થઈ ગઈ છે. આ આંકડાએ સરકારને ડરાવી દીધો. વડા પ્રધાન બોરિસ જોન્સ(Boris Jones)ને કહ્યું કે તે ડેલ્ટા કરતાં વધુ સંક્રમિત છે.

યુકેમાં ઓમિક્રોન સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ અંગે પીએમ જ્હોન્સને તેમના કેબિનેટના સભ્યોને કહ્યું કે, શરૂઆતના સંકેતોને જોતા એ જાણી શકાયું હશે કે કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા વધુ સંક્રમિત છે. વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ કેબિનેટ બેઠક વિશે માહિતી આપી.

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો:
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણોમાં થાક લાગવો, શરીરમાં દુઃખાવો થવો,માથામાં ખુબ જ દુખાવો થવો વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો:
નાક બંધ રહેવું, ખૂબ વધારે તાવ આવવો આ પ્રકારના લક્ષણો ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓમાં જોવા મળતા નથી.

જાણો કેમ છે અત્યંત ખતરનાક ઓમિક્રોન?
ઓમિક્રોન વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 જેટલા દેશોમાં ઓમિક્રોને દશેહત ફેલાવી છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપથી ફેલાય છે. જેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ઘણા ખરા લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ડરની વાત એ છે કે, આ વાયરસનું સંક્રમણ હોવા છતા પણ રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી સંક્રમિત કરનારો વેરિઅન્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *