ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં બાળકીઓ પર દુષ્કર્મ કેસમાં 398 ટકાનો વધારો, કોણ જવાબદાર?

કોંગ્રેસે(Congress) આપેલી માહિતી મુજબ, છેલ્લા આઠ વર્ષમાં ગુજરાતમાં(Gujarat) નાની છોકરીઓ પર કરાયેલા દુષ્કર્મ બદલ POCSO ના કાયદા હેઠળ ગુના નોંધાવાના દરમાં 398.5 ટકાનો વધારો જોવા…

કોંગ્રેસે(Congress) આપેલી માહિતી મુજબ, છેલ્લા આઠ વર્ષમાં ગુજરાતમાં(Gujarat) નાની છોકરીઓ પર કરાયેલા દુષ્કર્મ બદલ POCSO ના કાયદા હેઠળ ગુના નોંધાવાના દરમાં 398.5 ટકાનો વધારો જોવા મળીઓ રહ્યો છે. કોંગ્રેસના પ્રવકત્તા પાર્થિવ કઠવાડિયાએ જણાવ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં ગુજરાત રાજ્યમાં POCSO ના કાયદા હેઠળ 14,522 ગુના નોધવામાં આવ્યા છે. ગુનાની સામે સજા આપવાનો દર માત્ર 1.59% હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું.

કોગ્રેસેના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની ગુનાખોરીને ડામવાની નીતિ પર પ્રશ્ન ઉઠાવતા જણવાયું હતું કે, ગુજરાતમાં નાની છોકરીઓ પણ સુરક્ષિત નથી. ચોંકાવનારી ઘટના એ છે કે, લોકસભામાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે વર્ષ 2014થી 2021 દરમિયાન ગુજરાતમાં POCSO ના કેસ 14,522 નોધવામાં આવ્યા હતા. જેનો અર્થ એવો થાય છે કે, POCSOના કેસમાં છેલ્લા 8 વર્ષમાં 398.5 ટકાનો વધારો થયો છે. જેની સામે 231 કેસમાં જ આરોપીઓને સજા આપવામાં આવી હતી.

‘બેટી બચાઓ બેટી પઢાઓ’ની જાહેરાતો પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પણ દીકરીઓને ન્યાય અપાવવામાં સરકાર અસફળ છે. લોકસભાના આંકડા જ પુરવાર કરે છે કે, ગુજરાતમાં નાની છોકરીઓ પણ સુરક્ષિત  નથી તેમ કઠવાડિયાએ અંતમાં જણવ્યા હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *