એક બાજુ હેદરાબાદના આરોપીઓને સજા મળી તો બીજી બાજુ બનાસકાંઠામાં 14 વર્ષની યુવતી બની હવસનો શિકાર

હૈદરાબાદમાં એક મહિલા ર્ડાક્ટર પર બળાત્કાર ગુજાર્યા બાદ ચાર નરાધમોએ તેને જીવતી સળગાવી દીધી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા હતા. જે ઘટનાની હજુ…

હૈદરાબાદમાં એક મહિલા ર્ડાક્ટર પર બળાત્કાર ગુજાર્યા બાદ ચાર નરાધમોએ તેને જીવતી સળગાવી દીધી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા હતા. જે ઘટનાની હજુ શાહી સુકાઈ નથી. દેશમાં શું થઇ રહ્યું છે તે સમજની બહાર છે. રોજને રોજ દેશનાં કોઇને કોઇ ખુણે શિયળ લૂંટાઇ રહ્યું છે. નરાધમો માજા મુકી રહ્યા હોય તેમ દુષ્કર્મ બાદ દિકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તો ક્યાંક દુષ્કર્મનાં આરોપી જામીન પર છુટી દુષ્કર્મ વેઠનાર પીડિતાને જીવતી સળગાવી દે છે. દુષ્કર્મની બનતી તમામ ઘટનામાં મોટે ભાગે સગીરા સાથે આ ઘ્રુણાસ્પદ ઘટના ઘટી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી બનાસકાંઠામાં આવી જ લાલછંન સમાન ઘટના સામે આવી રહી છે.

હૈદરાબાદના ચકચારી ગેંગરેપના ચારેય આરોપી પોલીસની એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ ઘટના નેશનલ હાઇવે -44 નજીક થઈ હતી. પોલીસે આરોપીને ક્રાઈમ સીન રિક્રિએટ કરવા એન.એચ.44 પર લઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કરોડો દેશવાસીઓ આ આરોપીઓને મોત ની સજા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. ત્યારે કરોડો દેશવાસીઓ ઈચ્છા અને ભોગ બનનાર યુવતીના માતાપિતા પણ આ એન્કાઉન્ટરની વાત જાણીને સાચી શ્રધ્ધાંજલી અર્પી રહ્યા છે.

બનાસકાંઠા ગેગરેપની ઘટના:

બનાસકાંઠાના પાંથાવાડા મૂળ રાજસ્થાનની એક સગીરાને ચાર અજાણ્યા શખસોએ ગાડીમાં બળજબરી પૂર્વક દુષ્કર્મ કરવાના ઈરાદે બેસાડી અપહરણ કરી ગયા હતા. બાદમાં ગાડીમાં જ એક આરોપીએ સગીરા સાથે બળજબરી પૂર્વક બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. બાદમાં ચારેય આરોપીઓ ભોગ બનનાર સગીરાને ચાર માસ સુધી જુદીજુદી જગ્યાએ લઈ જઈને અમીરગઢ તાલુકાના ધનપુરા નજીક કાળી માટી ખાતે વડીયા બાબુભાઈ કોળીને સોંપી હતી.

જેને પણ સગીરાને બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ ધાનેરા તાલુકાના પાંચ પીપળા ખિમત ખાતે રહેતા મહેશ મોંઘજી કોળીને સોંપી હતી તેને પણ ભોગ બનનાર 14 વર્ષીય સગીરા સાથે બળજબરી પૂર્વક બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને સગીરાનુ મોં બંધ કરવાના પ્રયત્નો કર્યા હતા. ચાર માસ સુધી જુદી જુદી જગ્યાએ પીંખાયેલ આ સગીરાએ સમગ્ર ઘટનાની વાત તેના માતા-પિતાને કરતા સૌ કોઈ ચોંકી ઉઠયા હતા.

જેને લઈ સગીરાના પિતા જીવા અમલીયા બુધવારે પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ બનાસકાંઠા એસપી તરૃણકુમાર દુગ્ગલ સહિત એસસી, એસટી પાલનપુરના પોલીસ અધિક્ષક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અને ઘટનામાં સામેલ બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

બે આરોપીઓ ઝડપાયા:

બનાસકાંઠા એસ.પી તરુણ દુગ્ગલ, ડી.વાય.એસ.પી. વી. કે. પંડ્યા તેમજ પી.એસ.આઈ. એલ.જે.વાળા દ્વારા પાંચ અલગ અલગ જેટલી ટીમો બનાવી સગીરાને જે જે જગ્યાએ લઈ જવામાં આવી હતી. ત્યાં પણ એક ટીમ રવાના કરી દેવામાં આવી હતી. અન્ય ટીમો દ્વારા રાજસ્થાન તેમજ બીજા ગામોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

ફરિયાદના આધારે પાંથાવાડા પોલીસે છ વય્ક્તિઓ સામે ગૂનો નોંધ્યો છે અને મુખ્ય આરોપી મહેશ કોળી અને વદીયા બાબુભાઇને ઝડપી પાડ્યા  છે. જેઓની પૂછપરછ હાલમાં કરવામાં આવી રહી છે. અન્ય ચાર પાંચ જેટલા શંકાસ્પદ યુવકોને પાથાવાડા પોલીસ મથકે લાવીને તપાસ કરાઇ રહી છે.

પોલીસ ઓળખ પરેડ પણ કરી રહી છે. મૂળ રાજસ્થાન જિલ્લાના ડુંગરપુરા જિલ્લાના ગામનો શ્રમિક પરિવાર પાંથાવાડા નજીકના ગામે મજૂરી અર્થે રહેતો હતો. ચાર માસ અગાઉ આ પરિવારની સગીરાને ચાર અજાણ્યા વય્ક્તિઓ આવીને ગાડીમાં બેસાડી ઉપાડીને લઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *