આજના મંગલકારી દિવસે આ રાશિના જાતકો પર રહેશે ગણપતિની વિશેષ કૃપા

વૃષભ: વર્ષો જૂની ભૂલોથી શીખીને આજે વધારે સારી નીતિઓ ઉપર કામ કરશો. પોતાની જાતને સારી સ્થિતિમાં જોઇ શકશો અને સફળતા પણ મળશે. ઘરના સમારકામ તથા…

વૃષભ: વર્ષો જૂની ભૂલોથી શીખીને આજે વધારે સારી નીતિઓ ઉપર કામ કરશો. પોતાની જાતને સારી સ્થિતિમાં જોઇ શકશો અને સફળતા પણ મળશે. ઘરના સમારકામ તથા સજાવટને લગતી કોઇ આયોજન બનશે. ક્યારેક કોઇ કામમાં અનુકૂળ પરિણામ ન મળવાથી ગુસ્સો અનુભવ કરશો. ખોટા કાર્યોમાં સમય બગાડશો નહીં. ખર્ચો બજેટ પ્રમાણે રહેશે તો સારું રહેશે.

કર્ક: આજે તમે કોઇ જુના અટકેલા કામને પૂર્ણ કરવામાં સફળ રહેશો. તમારા વિનમ્ર સ્વભાવના કારણે સમાજ અને સંબંધીઓમાં યોગ્ય સન્માન મળશે. કોઇ નજીકના વ્યક્તિ સાથે અચાનક જ કોઇ મુદ્દા ઉપર ઝગડો થઇ શકે છે. શાંતિપૂર્ણ રીતે મામલો ઉકેલો. તમારી ગતિવિધિઓ તથા યોજનાઓ અંગે કોઇને વાત કરશો નહીં.

કન્યા: દોડભાગ વધુ રહેશે પરંતુ કાર્યની સફળતા તમને થાક લાગવા દેશે નહિ. સમયની ચાલ તમારા પક્ષમાં રહેશે. અનુભવી લોકોનો સંગાથ મળશે. ઘરમાં કોઇ નજીકના સંબંધી કે મિત્રના આવી જવાથી વાતાવરણ ખુશનુમા રહેશે.  વિદ્યાર્થીઓ આળસના કારણે અભ્યાસમાં નુકશાન થઇ શકે છે. કોઇ પ્રકારની મુસાફરી હાલ કરશો નહીં. કેમ કે, કોઇપણ પ્રકારનો ફાયદો ન થવાની સ્થિતિ છે.

વૃશ્ચિક: તમારા હકારાત્મક વિચાર તમારા માટે નવી સિદ્ધિનું નિર્માણ કરી રહ્યા છે. આજે તમે પોતાના વિકાસ માટે વિચાર કરશો. તમારામાં કઇંક શીખવા કે કરવાની દઢ ઇચ્છા શક્તિ રહેશે. વધારે ભીડભાડમાં જવાથી બચો. મનની શાંતિ માટે કોઇ એકાંત સ્થાનમાં થોડો સમય પસાર કરવો તમને સુકૂન આપશે. આજે કોઇપણ પ્રકારના રૂપિયા-પૈસાને લગતી લેવડ-દેવડ ન કરો.

મકર: ભવિષ્યને લગતી યોજના ઉપર ચર્ચા-વિચારણાં કરીને અને સાકાર કરવા માટે સારો દિવસ છે. વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા કામ પુરા થશે. બિનજરૂરી કાર્યોમાં ખર્ચ વધારે થશે જેના કારણે તમારું બજેટ બગડી  શકે છે અને તેની અસર તમારી ઊંઘ ઉપર પડી શકે છે.

મીન: થોડી હકારત્મક પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરવાથી તમારી સમાજિક સીમા વધશે. કુંવારા લોકો લગ્નજીવન ચર્ચાઓને લઇને ઉત્સાહિત રહેશે.  જિડ અને ઉતાવળમાં કરેલાં ખોટાં નિર્ણયોનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે. આજે તમારા અંગત કામ માટે સમય કાઢી શકશો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *