આજના રવિવારના દિવસે સૂર્યદેવ આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા દ્રષ્ટિ

Published on: 9:41 am, Sun, 20 September 20

વૃષભ: આજે પરિવારમાં સુખ-શાંતિ તમારા માટે પહેલી પ્રાથમિકતા છે. તમે કામકાજ અને પરિવારમાં તાલમેલ જાળવી રાખો. બાળકોના અભ્યાસ તથા એડમિશનને લગતાં કાર્યમાં વિશેષ વ્યસ્ત રહેશો  વાહન અથવા ઘરની દેખરેખને લગતાં કાર્યોમાં પૈસા ખર્ચ થશે જેના કારણે બજેટ બગડી શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને જાળવીને રાખો. ચોરી થવાની શક્યતા છે.

કર્ક: પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ બનેલું રહેશે. ઘરની દેખરેખ તથા સજાવટને લગતાં કાર્યોમાં પરિવાર સાથે મળીને શોપિંગમાં સમય ગાળો. પ્રોફેશનલ સ્ટડી માટે વિદ્યાર્થીઓને લાભ મળશે.  તમે અપરિચિત લોકો સાથે સંપર્ક વધુ કરશો નહીં. કોઇ બહારના વ્યક્તિની દખલ તમારા પરિવારમાં કરવા દેશો નહીં. વાહન ચલાવતી સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળો.

કન્યા: કન્યા રાશિના વ્યક્તિ વ્યવહાર કુશળ રહેલા હોય છે અને આજે તમારો આ જ ગુણ તમારી પ્રગતિમાં મદદગાર સાબિત થશે. તમે બુદ્ધિ અને હોથિયારી દ્વારા તમારા સંપર્ક સૂત્રોનો ફાયદો ઉઠાવશો. નવા લોકો સાથે વ્યવહાર કરતી સમયે સાવચેતી રાખો. કોઇ નકારાત્મક પ્રવૃત્તિના વ્યક્તિ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે અનેક મામલે ધીરજ અને ધૈર્ય રાખવું પણ ખુબ જરૂરી છે.

વૃશ્ચિક: પારિવારિક વાતાવરણ સાનુકુળ રહેશે. કોઇ સભ્યના લગ્નને લઇને સારો પ્રસ્તાવ પણ મળી શકે છે. આજે તમે તમારા કાર્યને યોજનાબદ્ધ અને સારી રીતે પૂર્ણ કરશો. વિદ્યાર્થી તથા યુવા વર્ગ મનોરંજનને લગતાં ખોટાં કામમાં પડીને પોતાના કરિયર સાથે સમજોતો કરે નહીં. ઘરમાં અચાનક જ થોડાં સંબંધીઓના આવી જવાથી વ્યવસ્થા બગડી  શકે છે.

મકર: આજે તમે અનુભવ કરશો કે કોઇપણ વિપરિત પરિસ્થિતિમાં તમારો સમગ્ર પરિવાર તમારી સાથે ઊભો રહેશે. પરિવારને પ્રાથમિકતા ઉપર રાખવો જરૂરી છે. ઘરના વડીલ વ્યક્તિઓ સાથે પણ સમય પસાર કરો. વ્યવસાયિક ભાગદોડ તથા આર્થિક મંદીના કારણે પરિવારના સભ્યોના વપરાશમાં ઘટાડો કરવો પડશે. જેના કારણે બાળકો નિરાશ થશે. આ સમયે કોઇ વ્યક્તિ ઉપર અતિ વિશ્વાસ તમારા માટે નુકશાનનું કારણ બની શકે છે.

મીન: આજે તમે મોટાભાગનો સમય આત્મમંથન તથા એકાંતમાં પસાર કરવાનો પ્રયત્ન કરશો. જેથી તમને અનેક મુંજવણથી છુટકારો મળશે. તમારા પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખો. તમારો કોઇ નજીકનો મિત્ર ઈર્ષ્યાની ભાવનાથી કોઇ યોજના કે ષડયંત્ર બનાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en