કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન- આટલા વર્ષના થવા પર આપોઆપ જ વોટર લિસ્ટમાં જોડાઈ જશે નામ

Big statement of Amit Shah: કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં કોઈ વ્યક્તિનાં 18 વર્ષના થવા પર કોઇપણ પ્રક્રિયા વગર જ વોટર લિસ્ટ (Voter list)માં જોડાઈ જાય…

Big statement of Amit Shah: કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં કોઈ વ્યક્તિનાં 18 વર્ષના થવા પર કોઇપણ પ્રક્રિયા વગર જ વોટર લિસ્ટ (Voter list)માં જોડાઈ જાય તેવી એક યોજના લાવવાની કવાયતમાં છે. જેને લઈ ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અમિત શાહ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા જન્મ અને મૃત્યુ સંબંધિત ડેટાને મતદાર યાદી અને સમગ્ર વિકાસ પ્રક્રિયા સાથે જોડવા માટે સંસદમાં એક બિલ લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવતા કહ્યું છે કે, મરણ અને જન્મ નોંધણીને મતદાર યાદી સાથે જોડવા માટે સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે. આ પ્રોસેસ હેઠળ જ્યારે વ્યક્તિ 18 વર્ષની થાય છે, ત્યારે તેનું નામ આપોઆપ મતદાર યાદીમાં જોડાઈ જશે. તેવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તે માહિતી પોતાની મેળે જ ચૂંટણી પંચ પાસે જશે, જે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ બાજુ સંબંધિત અધિકારીઓએ જણાવતા કહ્યું હતું કે, જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ (RBD), 1969 માં સુધારો કરવા માટેનું બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જાહેર કરવા અને લોકોને સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ આપવા વગેરે સંબંધિત બાબતોને પણ સરળ બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ સાથે અમિત શાહે જણાવતા કહ્યું હતું કે, જો જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વસ્તી ગણતરી વચ્ચેના સમયનો અંદાજ લગાવીને વિકાસના કામોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય છે. અમિત શાહે વધુમાં જણાવતા કહ્યું કે, અગાઉ વિકાસની પ્રક્રિયા ટુકડાઓમાં પૂર્ણ કરવામાં આવી હતી કારણ કે વિકાસ માટે પૂરતો ડેટા ઉપલબ્ધ ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *