સુરતમાં ફરીએકવાર ST બસે બાઈક સવારને ફંગોળ્યો- હિંમત વાળા જ જોઈ શકશે વિડીયો

Published on: 11:35 am, Sun, 16 May 21

ગુજરાતમાં આવર-નવાર અકસ્માતની (accident) ઘટનાઓ બનતી રહે છે. st બસ ડ્રાઈવર બેફામ રીતે બસ ચલાવીને સતત અકસ્માત સર્જતા રહે છે. ત્યારે સુરતમાં (surat) આવી એક અકસ્માતમાં યુવાને ગંભીર પ્રકારની ઇજા થવા પામી છે. જોકે બાઈક અને એસટીબસ વચ્ચેના અકસ્માતની ઘટના નજીકના સીસીટીવીમાં (CCTV) કેદ થઇ છે.

સુરતમાં દરરોજ કોઈને કોઈ જગ્યા પર અકસ્માત થતા રહે છે. જોકે, મોટા પ્રમાણમાં બાઇક ચાલાક અને તેમાં પણ યુવાનોના અકસ્માત થાય છે. જેમે તેમને ગંભીર ઇજા અથવા મોત થતા હોય છે. ત્યારે સુરતના ઉધના વિસ્તરમાં આજે એકે અકસ્માત સામે આવ્યો છે તે જોઈને ભલભલાના રુંવાટા ઉભા થઈ જશે.

સુરતના ઉધના વિત્તરમાં આવેલા એસટી બસે નજીક એક યુવાન પોતાની બાઇક સર્વિસ રોડ પર બેફામ ગતિએ હંકારીને જતી હતો. જોકે અચાનક એસટી ટેપોમાંથી એક બસ નીકળતાની સાથે આ યુવાન અચાનક ધકાડા ભેર આ બસમાં અથડાયો હતો જેને લઈને ટી ઘભીર ઇજા થવા પામી હતી.

જોકે, અકસ્માતને લઈને સ્થાનિક લોકો તાત્કાલીક દોડી આવીને આ યુવાને 108 ઇમર્જનશી સર્વિસ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે ઘટનાની જાણકારી મળતાની સાથે લોકોના ટોળા એકત્ર થયા હતા. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાતકાલિક બનાવ જગ્યા પર દોડી જઈને આ મામલે ગુનો દાખલ કરી ને આ મામલે તપાસ સાહરુ કરી હતી.

આ સમગ્ર ઘટનાના cctv ફૂટેજ વાઈરલ થઇ રહ્યા છે. જોકે, આ ઘટના અને લઈને થોડા સમાય માટે લોકોમાં એસટીના ડાઇવર સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે સીસીટીવી બાદ આ બસના ડાઇવરનો નહી પણ બાઇક ચાલાકની બેદરકારી સામે આવી હતી. જોકે આવી ઘટના સતત બની રહી છે. ત્યારે આ ઘટના બાઇક ચલાવતા અને તેમાં પણ બેફામ ગતિએ દોડતા યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.