પાકિસ્તાન: 98 લોકોથી ભરેલા પ્લેનમાં માત્ર 1 વ્યક્તિ રહસ્યમય રીતે જીવિત બચ્યો, જાણો તેણે શું કહ્યું?

પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે થયેલી વિમાન દુર્ઘટનામાં 99માંથી 2 લોકો બચી ગયા હતા. તેમાંથી એક છે મોહમ્મદ ઝુબેર. તેણે મીડિયા સાથેની વાતચીતમાં અકસ્માત બાદની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું. ઝુબેરે કહ્યું હતું કે, ” મને ચારે બાજુ આગ દેખાઈ રહી હતી. બીજું કઈ દેખાતું નહોતું. ફક્ત લોકોની ચીસો સંભળાઈ રહી હતી. એક તરફ થોડીક જ લાઈટ દેખાઈ, મેં મારો સીટ બેલ્ટ ખોલ્યો અને હું તે જ બાજુ ગયો. મેં 10 ફૂટ નીચે કૂદીને મારો જીવ બચાવ્યો.

મોહમ્મદ ઝુબેર

લોકો ઈદની ઉજવણી કરવા માટે આવી રહ્યા હતા. જુબેર ગુજરનવાલાએ વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે. હાલમાં જે એક પ્રોજેક્ટ પણ કામ કરી રહ્યો છે. વિમાન દુર્ઘટનાને કારણે ઘાયલ થયો છે, પરંતુ તેનો જીવ બચી ગયો છે. તેણે કહ્યું કે- “ઘણા પરિવારો ઇદની ઉજવણી માટે લાહોરથી કરાચી આવી રહ્યા હતા. જે રીતે સફર થઈ રહ્યો હતો તેના પરથી કોઈને લાગ્યું નહિ કે, આવી મુશ્કેલીમાં મુકાઈ જશું. બધાને સેફ લેન્ડિંગની આશા હતી.લેન્ડિંગની જાહેરાતની 2-3 મિનિટમાં પ્લેન ક્રેશ થયું

ઝુબેરે કહ્યું કે, “ફ્લાઇટ લાહોરથી એક વાગ્યે રવાના થઈ હતી. પાયલટે જાહેરાત કરી હતી કે, અમે કરાચીમાં ફ્લાઇટ લેન્ડ કરવાના છીએ. જ્યારે એક વખત વહાણ નીચે આવવાનું શરૂ થયું ત્યારે તેને થોડોક ઝટકો લાગ્યો. વિમાન રનવેથી થોડુંક ઉપર આવ્યું પણ હતું, પરંતુ પાયલટ ખૂબ હોશિયાર હતો. પાયલટે તેને ફરીથી ઉડાવી દીધું. આ પછી, પાયલોટને સલામત જગ્યા મળી, જ્યાં ખૂબ ભીડ ન હતી. તેમણે ફરીથી જાહેરાત કરી કે, અમે લેન્ડ કરીએ છીએ, પરંતુ વિમાન 2-3 મિનિટમાં ક્રેશ થઈ ગયું.”

બેંક ઓફ પંજાબના પ્રેસિડેન્ટ ઝફર મસૂદ

મળતી માહિતી અનુસાર, બેંક ઓફ પંજાબના પ્રેસિડેન્ટ પણ બચી ગયા. ઝુબેર સિવાય અન્ય મુસાફરોમાં પાકિસ્તાનના બેંક ઓફ પંજાબના પ્રેસિડેન્ટ ઝફર મસૂદ છે. તેમને 4 ફ્રેક્ચર થયા છે, પરંતુ સ્થિતિ બરાબર છે. મસૂદના ભારત સાથે પણ સંબંધ છે. તે ઉત્તર પ્રદેશના અમરોહા શહેરનો છે અને ફિલ્મ પાકીઝાના નિર્દેશક કમલ અમરોહીના પરિવારમાંથી છે. મસૂદના સંબંધી આદિલ ઝફરે કહ્યું, “મસૂદનો પરિવાર 1952માં પાકિસ્તાન ગયો હતો. હું મસૂદને 2015માં કરાચીમાં મળ્યો હતો. તે ભારતને ખૂબ જ ચાહે છે, તે અમરોહા આવીને પોતાનું વતન જોવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: