ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કોરોનાનો એક દર્દી આટલા હજાર લોકોમાં ફેલાવી શકે છે કોરોના એટલા માટે લોકોથી દૂર રહેવું જરૂરી

One coronary disease can spread to thousands of people because coronas need to be away from people

એક અનુભવી ડોક્ટર એ કહ્યું છે કે એક કોરોના વાયરસથી પીડિત વ્યક્તિ 59000 લોકોને સંક્રમિત કરી શકે છે. યૂનિવર્સિટી કોલેજ લંડન ના ઇન્ટેન્સિવ કૅર મેડિસિનના પ્રોફેસર ડો હ્યું મોંટગોમરી નું કહેવું છે કે કોરોના વાયરસ ખૂબ વધારે સંક્રમણ ફેલાવનારાઓ વાયરસ છે.

ડેલી મેલના રિપોર્ટ અનુસાર, ચેનલ 4 સાથે વાતચીત કરતાં ડૉ હ્યુ એ વિસ્તારથી સમજાવ્યું કે કઈ રીતે એક સંક્રમિત વ્યક્તિ હજારો લોકોને આ વાઇરસ કરાવી શકે છે. તેમણે લોકોને સામાજિક અંતર પર અમલ કરવાની અપીલ પણ કરી છે.

હ્યુ એ કહ્યું કે જો સામાન્ય ફ્લૂ થાય છે તો તે એવરેજ 1.3 થી 1.4 વ્યક્તિને સંક્રમિત કરે છે. ફ્લુના દરમિયાન આગળના સંક્રમિત વ્યક્તિ પણ અન્ય લોકોને સંક્રમિત કરે છે અને આગળ દસ વખત ચાલતું રહે છે તો કુલ 14 સંક્રમણના મામલાઓ થશે.

હ્યુ એ ફ્લૂની કોરોના વાયરસ સાથે તુલના કરતાં કહ્યું કે કોરોના વાયરસ એક મનુષ્યમાંથી એવરેજ લગભગ ત્રણ મનુષ્યમાં ફેલાય છે.

હ્યુ એ કહ્યું કેકોરોના વાયરસનું સંક્રમણ એક થી ત્રણ ને થઈ શકે છે અને જો આ 10 લેયરમાં આગળ વધે છે તો તેને 59000 લોકો થવાનો ખતરો છે. ઉદાહરણ તરીકે 1 થી 3, 3 થી 9, 9 થી 27, 27 થી 81,81 થી 243, 243 થી 729, 729 થી 2187, 2187 થી 6561, 6561 થી 19683, 19683 થી 59,049 લોકો ને.

હ્યુ એ કહ્યુંકે તેઓ કોરોના વાયરસ સાથે જોડાયેલા આંકડાઓને ઓછા કરી નહીં દેખાડે, ભલે તેઓ ગમે તેવા ભયાનક હોય.જોકે તેમણે કહ્યું કે સંક્રમિત થનાર લોકોમાંથી કેટલાક ટકા લોકો જ બીમાર પડશે અને તેમાંથી પણ કેટલાકને આઈસીયુમાં રાખવાની જરૂર પડશે.જે લોકો બીમાર નથી પડ્યા તેઓ પણ સંક્રમિત થઇ ને અન્ય લોકોમાં વાઇરસનો પ્રસાર કરતા રહેશે.

જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના વાયરસના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમજ ભારતમાં અત્યાર સુધી 566 કન્ફર્મ કેસો મળ્યા છે. જેમાંથી 11 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે, જ્યારે 46 લોકો સાજા થઈ ગયા છે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: