ફિલ્મી સ્ટાઇલમાં જીપ ડ્રાઈવરે ગાડી ને પલટી મરાવતા એકનું મોત, જુઓ વિડીયો

તમે અત્યાર સુધી ફિલ્મોમાં હીરો એક્શન કરતા હોય તે જોયું જ હશે. અને તેમાંય વળી કેટલીક ફિલ્મોમાં તો હીરોની ગાડી ફૂલ ઝડપે આવી ને આખી…

તમે અત્યાર સુધી ફિલ્મોમાં હીરો એક્શન કરતા હોય તે જોયું જ હશે. અને તેમાંય વળી કેટલીક ફિલ્મોમાં તો હીરોની ગાડી ફૂલ ઝડપે આવી ને આખી ગાડી પલટી મારી જતી હોય છે. આ સીન જોવાની મજા જ કંઈક અલગ હોય છે. તમે વિચારતા હશો કે, આ બધું ફક્ત ફિલ્મોમાં જ જોવા મળે છે. પરંતુ એવું નથી ગુજરાતમાં મહુવા નજીક આવેલા એક રોડ પર પણ આવું જ એક દ્રશ્ય સર્જાયું છે. જેમાં જીપ ફૂલ ઝડપે આવી રહી છે. અને અચાનક આજે હવામાં ઉછાળીને આગળની તરફ જઈને પડે છે. આવો જાણીએ સમગ્ર ઘટના વિશે…

ગુજરાતમાં મહુવા નજીક માળીયા નજીક થયેલા એક અકસ્માતમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જીપ ચાકલ ફુલ સ્પીડમાં આવતો જોવા મળી રહ્યો છે.

માળીયા હાટીના તાલુકાના નવા વાંદરવાડા ગામના આહીર પંકજ દેવાયતભાઈ ભેંદરડા (ઉંમર 25) ના આગામી 23 ફેબ્રુઆરીના રોજ લગ્ન નિર્ધારેલ હોય પોતાના લગ્નની ખરીદી કરવા માટે કાલે બપોરે બાઇક પર પિતરાઈ બહેન મધુબેન મેરામભાઈ સાથે જઇ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં પાણીધ્રા હાઇવે પર બોલેરો જીપના ચાલકે ટાયર ફાટતાં કાબુ ગુમાવ્યો હોવાનું કહેવાય છે અને પંકજના બાઇકને ઠોકર મારી દેતા ભાઈ બહેન બંને નીચે ફસડાઈ ગયા હતા. અકસ્માત સર્જીને જીપનો ચાલક નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત ભાઈ બહેનને સારવાર માટે કેશોદ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતા. જેમાં પંકજની હાલત ગંભીર જણાતા તેને જૂનાગઢ રીફર કરતા તેનું મોત થયું હતું. જ્યારે મધુબેનને હાલમાં કેશોદ હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *