તાશના પત્તાની જેમ કૂમળાં ફૂલ જેવાં ત્રણ બાળકો ઉપર તૂટી પડી દીવાલ- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે

ગુજરાત(Gujarat): બે દિવસ અગાઉ વેરાવળ(Veraval) શહેરના ભિડિયા(Bhidiya) વિસ્તારમાં બંધ મકાનની દીવાલ ધરાશાયી થઈને નીચે પડતાં ત્યાં રમી રહેલાં ત્રણ બાળક ઉપર ધરાશાયી  થયેલ દીવાલનો કાટમાળ…

ગુજરાત(Gujarat): બે દિવસ અગાઉ વેરાવળ(Veraval) શહેરના ભિડિયા(Bhidiya) વિસ્તારમાં બંધ મકાનની દીવાલ ધરાશાયી થઈને નીચે પડતાં ત્યાં રમી રહેલાં ત્રણ બાળક ઉપર ધરાશાયી  થયેલ દીવાલનો કાટમાળ પડ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. આ દર્દનાક ઘટનામાં એક બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બે બાળક ગંભીર રીતે ઘાયલ થયા હતાં, જોકે બે દિવસ પછી આ ઘટનાના વિચલિત કરી દે એવા સીસીટીવી ફૂટેજ સામે આવતા વિડીયો જોઇને સૌ કોઈના શ્વાસ થંભી જશે.

મળતી માહિતી અનુસાર, વેરાવળના ભિડિયા વિસ્તારમાં દરિયાકાંઠાની સામે આવેલાં રહેણાક મકાનો વચ્ચેના ચોકમાં અમુક બાળકો બપોરના સમયે ખુશખુશાલ રમી રહ્યાં હતાં. આ સમય દરમિયાન અચાનક જ ચોકમાં આવેલા એક જુના અને બંધ મકાનના રવેશની દીવાલ અચાનક તૂટી પડી હતી. આ દીવાલના કાટમાળ નીચે ત્યાં રમી રહેલાં પૈકીનાં ત્રણ બાળકો દટાઈ ગયાં હતાં.

આ દીવાલ ધરાશાયી થવાના ધડામ કરતા અવાજને પગલે આજુબાજુમાં રહેતા લોકો દોડીને બહાર આવ્યા હતા અને ત્રણ જેટલાં બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તરત જ સારવાર અર્થે બિરલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જેમાં ધનંજય ઈશ્વર આંજણી (ઉં.વ. 12) નામના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે દીક્ષિત ઈશ્વર આંજણી (ઉં.વ. 7) અને હેમેશ અમરિક ગોહેલ (ઉં.વ. 12)ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બે દિવસ પછી આ કરુણ ઘટનાના કાળજું કંપાવી દે એવા સીસીટીવી ફૂટેજ સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે, જેમાં જે સ્થળે સમગ્ર ઘટના બની હતી ત્યાં બાજુમાં એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. આ સમય દરમિયાન એટલે કે, બપોરના 3 કલાક અને 25 મિનિટે બાળકો રમતાં રમતાં થોડો થાક લાગ્યો હતો તેથી આરામ કરવા બંધ મકાનની આગળના ભાગે છાંયામાં બેઠા હતાં તો અમુક ઊભાં બાળકો ઉભા હતાં.

તે સમય દરમિયાન અચાનક જ મકાનના રવેશની દીવાલ જાણે તાશનાં પત્તાંની જેમ કૂમળાં ફૂલ જેવાં બાળકો ઉપર તૂટી પડી હતી. આજુબાજુમાં દીવાલનો મલબો વિખેરાઇ ગયેલો જોવા મળ્યો હતો. તો દીવાલ ધરાશાયી થવાના મોટા અવાજને કારણે આસપાસના લોકો પણ ઘર બહાર દોડી આવ્યા હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *