આ શાકમાર્કેટમાં કોઈ પણ શાક-બકાલું ફક્ત એક રૂપિયે કિલો મળી રહ્યું છે- જાણો વિગતે

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી શાકભાજીનાં ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટનાં માર્કેટિંગ યાર્ડમાં હાલમાં દરેક પ્રકારના શાકભાજી સૌથી સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે.…

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી શાકભાજીનાં ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટનાં માર્કેટિંગ યાર્ડમાં હાલમાં દરેક પ્રકારના શાકભાજી સૌથી સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે. શાકભાજીનાં ભાવ મળતા નથી જેના કારણે ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ ખુબા જ મહેનત કરીને જે શાકભાજી ઉગાડી રહ્યા છે તેના ભાવ નહિ મળતા આ શાકભાજી ગૌશાળામાં મોકલી આપે છે અથવા તો રસ્તા પર ફેંકી દે છે. તો માર્કેટિંગ યાર્ડનાં હોલસેલ વેપારીઓને પણ ભાવ માંલીરેહતા નથી. બીજી તરફ રીટેલ માર્કેટની પરિસ્થિતિ બિલકુલ અલગ છે. હોલસેલથી જે વેપારીઓ રિટેલમાં શાકભાજી લઇ જાય છે તેનો ભાવ સામાન્ય લોકોને ડબલ ચૂકવવો પડી રહ્યો છે. શાકભાજીનો ભાવ હાલ એટલી હદે નીચો પહોચી ચૂક્યો છે. ખેડૂતો શાકભાજી વેચવાના બદલે રસ્તા પર ફેંકવા અથવા ગૌશાળામાં ગાયોના ચારા માટે મોકલી આપવા મજબૂર બન્યા છે.

ખેડૂતો 1 રૂપિયે કિલો વેચી રહ્યાં છે શાકભાજી

તમને જણાવી દયે કે, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાના શાકભાજીનાં ભાવો મળી રહ્યા છે એટલા રૂપિયામાં કદાચ પાણી નું પાઉચ પણ નથી મળી રહ્યું. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાના શાકભાજીનાં ભાવો મળી રહ્યા નથી તેની સાથે જ હોલસેલ વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. જે કારણે ખેડૂતો હવે શાકભાજી વેચવાનાં બદલે ગૌશાળામાં મોકલી આપે છે. તેને લઈને હવે આવકમાં પણ ઘટાડો થયો છે. તો અન્ય શાકભાજીની અત્યાર સુધીની ઓછી આવકને કારણે વેપારીઓને પણ સસ્તા ભાવોમાં શાકભાજી આપી દેવું પડી રહ્યું છે. જયારે માર્કેટિંગ યાર્ડની બજારમાંથી રિટેલ માર્કેટમાં શાકભાજી આવે છે ત્યારે તેના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થઇ જાય છે. સામાન્ય વર્ગના લોકો જયારે સ્થાનિક શાકમાર્કેટમાં શાકભાજી લેવા આવે છે ત્યારે તેને 1થી 10 રૂપિયામાં મળતું શાક ડબલ ભાવ પર મળે છે.

કેમ રિટેલ માર્કેટમાં ભાવ વધારો જોવા મળે છે?

રાજકોટનાં માર્કેટિંગ યાર્ડની હોલસેલ માર્કેટમાંથી શાકભાજી ખરીદ્યા બાદ તેમાં દલાલી અને પોતાનો નફો ઉમેરવામાં આવતો હોય છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ખર્ચ અને શાકભાજીનો બગાડ બાદ કરી પોતે સ્થાનિક બજારમાં વેચતા હોવાથી 30થી 40 ટકાનો વધારો સામાન્ય બજારમાં જોવા મળી રહ્યો છે.

શાકભાજીની કિંમતનો તફાવત:

હવે આપને યાર્ડનાં હોલસેલ માર્કેટ અને બાદમાં સ્થાનિક માર્કેટનાં ભાવનો તફાવત જોઈએ તો કોબી હોલસેલમાં 1થી 2 રૂપિયામાં મળે છે જયારે રીટેલમાં 20 રૂપિયા ફ્લાવર, કોબીઝ હોલસેલમાં 1થી 2 રૂપિયા જયારે રીટેલમાં 20 રૂપિયા, ટમેટા હોલસેલમાં 1થી 2 રૂપિયા જયારે રીટેલ માં 25 રૂપિયા, કાકડી હોલસેલમાં 1થી 2 રૂપિયા જયારે રીટેલ માં 40 રૂપિયા, દૂધી હોલસેલમાં 1થી 2 રૂપિયા જયારે રીટેલમાં 30 રૂપિયા, રિંગણા હોલસેલમાં 1થી 2 રૂપિયા જયારે રીટેલમાં 20 રૂપિયા, ગાજર હોલસેલમાં 1થી 2 રૂપિયા જયારે રીટેલમાં 30 રૂપિયા, ગુવાર હોલસેલમાં 1થી 2 રૂપિયા જયારે રીટેલમાં 100 રૂપિયા, ભીંડો હોલસેલમાં 1થી 2 રૂપિયા જયારે રીટેલમાં 60 રૂપિયા, કારેલા હોલસેલમાં 1થી 2 રૂપિયા જયારે રીટેલમાં 80 રૂપિયા, મરચાં હોલસેલમાં 1થી 2 રૂપિયા જયારે રીટેલમાં 40 રૂપિયા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *