મોટા સમાચાર: જુનિયર ક્લાર્ક બાદ વધુ એક પરીક્ષા કરાઈ રદ્દ- પરીક્ષાર્થીઓ ભરાયા ગુસ્સે

Junior Clerk Paper Leak: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, ત્યાર બાદ વધુ એક પરીક્ષા રદ કરવામાં આવતા…

Junior Clerk Paper Leak: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, ત્યાર બાદ વધુ એક પરીક્ષા રદ કરવામાં આવતા પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા રદ થયા બાદ હવે અમદાવાદ(Ahmedabad)માં વધુ એક પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)માં CCCની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષા રદ્દ થવાને કારણે 500થી વધુ ઉમેદવારો અટવાયા છે. ટેક્નિકલ ખામીનું કારણ આપી પરીક્ષા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી છે. જેના કારણે પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા છેલ્લી ઘડીએ ટેક્નિકલ ખામીનું કારણ જણાવવામાં આવ્યું છે. પરીક્ષાને છેલ્લા ઘડીએ રદ કરવામાં આવતા પરીક્ષાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. મહત્વનું છે કે, યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની આગામી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

9 લાખ કરતા વધારે ઉમેદવારનું કિસ્મત ફૂટ્યું:
લાંબા સમયથી વિદ્યાર્થીઓ, ઉમેદવારો આ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તડામાર તૈયારીઓ કરી રહ્યાં હતાં અને 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. તેમ છતાં આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફટ્યું અને જાણે લાખો ઉમેદવારોનું કિસ્મત ફૂટ્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.

મહત્વનું છે કે, પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં ખડકી દેવામાં આવ્યો હતો. જુદા જુદા જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી પોતાના મુળ રહેઠાણ ખાતે પરત જવા માટે ગુજરાત એસ.ટી.બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે. વિનામુલ્યે મુસાફરી કરવા માટે ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર અને એસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી.બસમાં એક પણ રૂપિયો દીધા વગર જ મુસાફરી કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *