કોરોના સામે ખુબ ઉપયોગી બનશે આ દવા- ગંભીર દર્દીઓને મળી શકે છે રાહત

હાલના સમયમાં કોરોના મહામારી ચાલી રહી છે, આજે દરેક દેશો કોરોનાની દવા શોધી રહી છે, પરંતુ કોઈને પણ હજુ સુધી સફળતા મળી નથી, આવા સમય…

હાલના સમયમાં કોરોના મહામારી ચાલી રહી છે, આજે દરેક દેશો કોરોનાની દવા શોધી રહી છે, પરંતુ કોઈને પણ હજુ સુધી સફળતા મળી નથી, આવા સમય વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. દવા ક્ષેત્રની કંપની ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડએ 9,સપ્ટેમ્બર એટલે કે બુધવારના રોજ ભારતમાં કોરોના સંક્રમિતોની સારવાર માટે રેમ્ડેસિવિર દવાને બજારમાં મુકવા માટેની કરવાની જાહેરાત કરી છે. આ કોરોનાની દવા Redyx બ્રાન્ડ નામથી ઉપલબ્ધ થશે. આ ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લીમીટેડઆ કંપની દ્વારા રજુ કરાયેલા નિવેદનમાં સાફ સાફ કહેવામાં આવ્યું છે કે, કોરોનાની આ દવા ગિલીડ સાઈઁસિઝ ઈંકની સાથે લાયસંસ વ્યવસ્થા પ્રમાણે જાહેર કરવામાં આવી છે.

ગિલીડે ડો.રેડ્ડીઝ લેબને રેમ્ડેસિવિરના રજિસ્ટર અનુસાર, ઉત્પાદન અને વેચાણ અંગેનો અધિકાર આપવામાં આવ્યો છે. આ પ્રકાર મુજબનો અધિકાર ભારત દેશ સહિત 127 દેશોમાં કોરોનાની સારવારમાં મદદરૂપ આ Redyx બ્રાન્ડ દવાને ઉપયોગમાં લેવામાં આવશે. ભારત દેશના દવાના નિયંત્રક જનરલે રેમ્ડેસિવિરનો ઉપયોગ ભારત દેશમાં કોરોનાના ભયંકર લક્ષણ ધરાવતી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની ગંભીર પરિસ્થિતિમાં અનુમતિ આપવામાં આવી છે.

ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ કંપનીએ કહ્યું કે, ડો.રેડ્ડીઝની Redyx 100 mlની નાની બોટલમાં ઉપલબ્ધ હશે. ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીની બ્રાંડેડ માર્કેટ્સના મુખ્ય કાર્યકારી અધિકારી M.V. રમન્નાએ જણાવતા કહ્યું હતું કે, અમે એવી વસ્તુનું ઉત્પાદન કરવા માંગીએ છીએ જેનાથી બીમારીઓની સારવાર થઈ શકે અને સાથે-સાથે બીમારીનું સમાધાન પણ મળી શકે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે મહત્વપૂર્ણ રૂપમાં દવા ઉપલબ્ધ કરવાની અમારી પ્રતિબદ્ધતા છે. અને કોરોનાગ્રસ્ત દર્દીઓને આ દવાથી રાહત પણ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *