ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

હજુ તો એક દુષ્કર્મનો મામલો થમ્યો નથી, ત્યાતો બીજો એક ક્રૂર દુષ્કર્મની ઘટના આવી સામે.

દરેક દેશોની વાત કરીએ તો માલુમ પડે કે તે દેશોમાં જો મહિલા સાથે છેડતી કરે તો તેને કડકમાં કડક સજા દેવામાં આવતી હોય છે. એવી કડક સજા કે જેને બીજા કોઈ અન્ય લોકો ને વિચાર આવે તો પણ સો વખત વિચાર કરે. જો આવી માનસિકતા આપડા લોકોમાં આવી જાય તો ખરેખર રોજ બરોજ આવતા બળાત્કારના કેસોમાં ખુબ ઘટાડો જોવા મળે. હાલ તેવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાને જીવતી સળગાવી ડે છે.

હજી તો હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે થયેલા દુષ્કર્મનો મામલો પત્યો નથી, એવામાં બીજો આવો જ એક કેસ સામે આવ્યો છે. શમશાબાદમાં અન્ય એક મહિલાની બળેલી લાશ મળી આવી છે. આ તે જ ઘટનાનો વિસ્તાર છે જ્યાં 24 કલાક પહેલા જ એક મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર કરી તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતાં.

ઘટનાના 24 કલાકની અંદર જ બીજી એક બળેલો મૃત્યુદેહ મળી આવતા સાઈબરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનરે જણાવતા કહ્યું કે, શમશાબાદના બહારના વિસ્તાર માંથી આ મૃતદેહ મળ્યું છે. મૃતદેહને સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું છે. અને જલ્દીથી રીપોર્ટસ મળી આવશે, અને અમને સાચી ખબર પડશે.

સાઈબરાબાદના શમશાબાદ પોલીસ ક્ષેત્રમાં અન્ય એક મહિલાનું મૃતદેહ મળી આવ્યું છે. શમશાબાદ પોલીસ સ્ટેશન ક્ષેત્રના સિડ્ડુલાગટ્ટા રોડની પાસે મહિલાનું બળી ગયેલું શવ મળી આવ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. અને હાલ કઈ જાણકારી મળી આવી નથી.


જો આવી ઘટનાને અટકાવી હોય તો આપણે જાતે સમજવાની જરૂર છે, આ ઘટના બન્યાના અમુક સમયમાં લોકો તેમના માટે ન્યાય માંગી રહ્યા છે. પણ તમને એક સવાલ છે કે, આ ઘટનાની પહેલા શું એક પણ ઘટના આવી બની જ નથી ? પહેલા પણ આનાથી ખરાબ ઘટનાઓ બની છે, પણ થોડા સમય બાદ તેનું શું થાય છે, તે તમે દરેક લોકો જાણતા હશો. જો ખરેખર આપણે આવી ઘટનાને બંધ કરવી હોય તો આપણે જ સમજવું પડશે. જેનાથી આવી ઘટનાઓ ને રોક લાગે અને આવી ઘટના કરનારને કડકમાં કડક સજા મળે તેવા સરકારને પગલા ભરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: