ક્રિકેટના મેદાન પર વધુ એક યુવક જિંદગીની મેચ હાર્યો, આહિર સમાજમાં છવાયો માતમ- ‘ઓમ શાંતિ’

સુરત(Surat): જો વાત કરવામાં આવે તો સતત હાર્ટ એટેક(Heart attack)ના કિસ્સાઓ વધતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ક્રિકેટ(Cricket) રમતી વખતે હાર્ટ-એટેક આવતા યુવકનું મોત…

સુરત(Surat): જો વાત કરવામાં આવે તો સતત હાર્ટ એટેક(Heart attack)ના કિસ્સાઓ વધતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ક્રિકેટ(Cricket) રમતી વખતે હાર્ટ-એટેક આવતા યુવકનું મોત થવાની ઘટના તાજેતરમાં જ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી અને ત્યાર બાદ વધુ એક યુવકનું મોત ક્રિકેટ રમતા સમયે થયું હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર, સુરતના ઓલપાડ(Olpad)ના નરથાણા ગામમાં ક્રિકેટ રમતી વખતે નિમેષ આહીર નામના યુવકને હાર્ટ-એટેક આવ્યો હતો અને બેભાન થઈ ગયા બાદ તેનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઓલપાડના નરથાણા ગામ ખાતે ક્રિકેટ રમતી વખતે એક યુવકનું મોત થયું છે. જો વાત કરવામાં આવે તો નિમેષ આહીર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ફિલ્ડિંગ દરમિયાન જ અચાનક જ તે ગ્રાઉન્ડ ઉપર જ બેભાન થઈ ગયો હતો અને બેભાન થઈ ગયા પછી તેનું મોત નીપજ્યું હતું.

મહત્વનું છે કે, ક્રિકેટ રમતી વખતે અચાનક જ બેભાન થઈ જવા પાછળનું કારણ હાર્ટ એટેક આવ્યો હોવાનું કારણ સામે આવ્યું છે. યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. હાર્ટ એટેકને લીધે મોત થયું હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ક્રિકેટ રમતા સમયે તેની તબિયત લથડી હતી અને ત્યાર પછી તેનું મોત થયું છે.

મૃતકના સંબંધીએ પ્રિયાંકભાઈએ જણાવતા કહ્યું હતું કે, નિમેષભાઈની તબિયત સારી હતી અને તે એકદમ ફિટ હતા, પરંતુ એકાએક જ આજે તેઓ ક્રિકેટ રમવા ગયા તે દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુખાવો થવાને કારણે તેઓ ઘરે આવી ગયા હતા અને જ્યાં તેઓ થોડી વાર રહીને લીંબુ શરબત પીધું હતું. ત્યાર પછી ફરીથી તેમને એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું.

સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા પછી તેમના મૃતદેહને ઘરે લઈ આવ્યા હતા. નિમેષભાઈ મિનરલ વોટર અને પાણીના ટેન્કરનો વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમને બે સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *