વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે- મજાક-મસ્તીમાં ત્રીજા માળેથી નીચે પટકાયા બે યુવકો

Published on Trishul News at 9:40 AM, Tue, 19 July 2022

Last modified on July 19th, 2022 at 12:05 PM

ગુજરાત(Gujarat): પાલનપુર(Palanpur)ના એક કોમ્પલેક્સમાં બનેલી અકસ્માત(Accident)ની કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. બે મિત્રો મજાક-મસ્તીમાં કોમ્પલેક્સના ત્રીજા માળેથી નીચે પટકાતા એક મિત્રનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બીજા મિત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, પાલનપુર હાઈવે ઉપર ખાનગી કોમ્પલેક્ષ પરથી ગઈકાલના રોજ બે યુવકો નીચે પટકાયા હતા. જેમાંથી એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સૌ કોઈ લોકોની આંખો પહોળીને પહોળી રહી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વિડીયોમાં સ્પષ્ટ પણે તમે જોઈ શકો છો કે, એક મિત્ર બીજા મિત્ર સાથે રેલિંગ પર બેઠેલા હતા મિત્ર સાથે બીજા મિત્ર મજાક-મસ્તી કરવા જતા બંને મિત્રો રેલિંગ પરથી નીચે પટકાય છે અને જેમાં એક મિત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજે છેતું. જયારે બીજા મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલ નેશનલ હાઈવે પર એક કોમ્પ્લેક્સના ત્રીજા માળ પરથી બે યુવકો મજાક- મસ્તી કરતા નીચે પટકાયા હતા જેના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે.

પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી:
કોમ્પલેક્સમાં થયેલા આ કાળજું કંપાવી દે અકસ્માતમાં એક યુવકનું મોત અને અન્ય એક યુવક ઘાયલ થતા પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે- મજાક-મસ્તીમાં ત્રીજા માળેથી નીચે પટકાયા બે યુવકો"

Leave a comment

Your email address will not be published.


*