એક તરફી પ્રેમમાં પાગલ યુવકે લગ્ન મંડપમાં જઈને કર્યા એવા કાંડ કે.., જાણીને તમારું માથું પણ શરમથી જુકી જશે

Published on: 4:57 pm, Sat, 15 May 21

ત્યાં એક તરફી(one side) પ્રેમમાં પાગલ એક યુવકે યુવતીના લગ્ન (Marriage)માં એવું કુત્ય કરીયું કે, ચારે બાજુ અફરતફરી મચી ગઈ હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંની છે. યુવતી અને તેના દુલ્હા (Groom)ની  સામે જ યુવક કુહાડી (Axe) લઈને પહોંચી ગયો હતો. એટલું જ નહીં, તેને કુહાડી થી લોહી કાઢી ને લોહી થી તેણે યુવતીના સેંથામાં સિંદૂર પૂરી દીધું હતું. જે બાદમાં લોકોએ યુવકને પકડીને બરાબર ની ધુલાઈ કરી હતી. તે ઈજાગ્રસ્ત યુવક ને પોલીસ સોંપી દેવાયો હતો. અને પછી પોલીસે ઘાયલ યુવકને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડ્યો છે.

આ યુવતી ના લગ્ન રાત્રે અંદાજે 11 વાગે ચાલી રહ્યા હતા. દુલ્હો અને દુલ્હન એકબીજાને ફૂળમાળા પહેરાવી રહ્યા હતા. આ દરમિયાન દુલ્હો અને દુલ્હન બંને એક સાથે સ્ટેજ પર હતા. બંનેએ એકબીજાને માળા પહેરાવી અને ત્યાં જ પિપરાઇચનો રહેવાસી યુવક ગોલૂ વિશ્વકર્મા કુહાડી સાથે સ્ટેજ પર પહોંચી ગયો હતો. જે બાદમાં તેણે દુલ્હા સામે કુહાડી સાધી દીધી હતી. જ્યાં સુધી દુલ્હો કંઈ સમજે તે પહેલા યુવકે એવી હરકત કરી દીધી કે તમામ લોકો ચકચકિત  થઈ ગયા હતા. યુવકની બેદરકારી થી લગ્નમાં સન્નાટો છવાઈ ગયો હતો. યુવકે દુલ્હાને કુહાડીથી ડરાવીને યુવતીના સેંથામાં સિંદૂર ભરી દીધું હતું. જે બાદમાં લગ્નમાં અફરાતફરી મચી ગઈ હતી.

ગામ લોકોએ તે યુવકની બરાબર ધોલાઈ કરી
તે યુવકના આવા કૃત્ય બાદ દુલ્હનના પરિવારના લોકો અને ગામ લોકોએ યુવકને જડપી પાડ્યો હતો અને બરાબરનો ફટકાર્યો હતો. જે બાદમાં ઘટના સ્થળે પોલીસને બોલાવવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચાલી પોલીસે યુવકની ધરપકડ કરી હતી અને તેને ખાનગી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. આ આખી ઘટના બાદ દુલ્હાએ દુલ્હનને સાથે લઈ જવાનો જ ઇન્કાર કરી દીધો હતો. આ મામલે પંચાયત બેઠી હતી. બીજા દિવસે સમજાવટ બાદ દુલ્હાનો પરિવાર દુલ્હનને સાથે લઈ જવા માટે તૈયાર થયો હતો.

વધુ જાણકારી મુજબ તો હકીકતમાં ખોરાબાર ક્ષેત્રમાં રહેતી યુવતીના લગ્ન દેવરિયા જિલ્લામાં નક્કી થયા હતા. યુવતીના પરિવારના લોકોએ તમામ તૈયારી પૂર્ણ કરી લીધી હતી. તે યુવક ની જાન પણ નિર્ધારિત સમયે આવી ગઈ હતી. લગ્નની વિધિ ચાલી રહી હતી. દુલ્હા અને દુલ્હને એકબીજાના ગળામાં માળા પહેરાવી અને સાત જનમ સુધી સાથે રહેવાના વચનો આપ્યા હતા. આ દરમિયાન જ યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ યુવક ત્યાં પહોંચી ગયો હતો અને આવું કુત્ય કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.