લોંચ થવા જઈ રહ્યો છે OnePlus Ace, જાણો કિંમતથી લઈને ફોનમાં કેવા-કેવા છે ફીચર્સ?

પ્રીમિયમ એન્ડ્રોઈડ સ્માર્ટફોન બનાવનાર OnePlus, OnePlus Ace સહિત વિશ્વભરમાં ઘણા નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે બ્રાન્ડે હાલમાં જ પુષ્ટિ…

પ્રીમિયમ એન્ડ્રોઈડ સ્માર્ટફોન બનાવનાર OnePlus, OnePlus Ace સહિત વિશ્વભરમાં ઘણા નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે બ્રાન્ડે હાલમાં જ પુષ્ટિ કરી છે કે તેઓ ક્યારે OnePlus Ace લોન્ચ કરવા જઈ રહ્યા છે. સાથે જ આ સ્માર્ટફોનની તસવીરો પણ લીક થઈ ગઈ છે. તો આવો આજે આપણે જાણીએ આ ફોન વિશેની તમામ માહિતી.

OnePlus Ace આ દિવસે થઇ રહ્યો છે લોન્ચ: 
તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે બ્રાન્ડે પુષ્ટિ કરી છે કે તે 21 એપ્રિલે બજારમાં તેનો નવો સ્માર્ટફોન OnePlus Ace લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોન હાલમાં ફક્ત ચીનમાં જ લોન્ચ કરવામાં આવી રહ્યો છે અને એવા અહેવાલો છે કે તેને ભારતમાં OnePlus 10R તરીકે લોન્ચ કરવામાં આવી શકે છે.

શેર કરવામાં આવ્યા સ્માર્ટફોન ફોટા: 
કંપની દ્વારા આ સ્માર્ટફોનની માત્ર લોન્ચિંગ તારીખ જ જાહેર કરવામાં આવી છે, ત્યારે ‘My Drivers’ નામની ચાઈનીઝ વેબસાઈટે OnePlus Aceની લાઈવ ઈમેજ શેર કરી છે. તમને જણાવી દઈએ કે તસવીરમાં જે ડિઝાઈન સામે આવી છે તે કંપનીના ટીઝરમાં આપવામાં આવેલા ફોનની ડિઝાઈન જેવી જ છે.

આવો દેખાય છે OnePlus Ace: 
અમે તમને જણાવી દઈએ કે OnePlus Ace સિલ્વર અને બ્લેક બે રંગોમાં જોવા મળ્યો છે અને તે ડ્યુઅલ-ટોન ટેક્સચર સાથે આવી શકે છે. સ્માર્ટફોનનું કેમેરા મોડ્યુલ મેટલનો છે, જેમાં એક મોટો કેમે સેન્સર અને બે નાના સેન્સરનો સમાવેશ થાય છે. કેમેરા મોડ્યુલમાં LED ફ્લેશલાઇટ પણ આપી શકાય છે.

OnePlus Ace ના ફીચર્સ:
જાહેર થયેલા લીક્સ અનુસાર, OnePlus Ace 6.7-ઇંચ AMOLED Full HD+ ડિસ્પ્લે અને 120Hz ના રિફ્રેશ રેટ સાથે આવી શકે છે. MediaTek Dimension 8100 પ્રોસેસર પર ચાલતા આ ફોનમાં તમે 12GB સુધીની રેમ મેળવી શકો છો. કેમેરાની વાત કરીએ તો OnePlusના આ સ્માર્ટફોનમાં તમને 50MP Sony IMX766 પ્રાઈમરી સેન્સર અને બે વધુ સેન્સર મળશે. આમાં તમને 16MP નો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવી શકે છે.

OnePlus Ace એક શાનદાર 4,500mAh બેટરી અને 150W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, આ સ્માર્ટફોનને 5,000mAh બેટરી અને 80W ચાર્જિંગ સપોર્ટ સાથેના વેરિઅન્ટમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *