પ્રધાનમંત્રી મોદીનું Digital India લાગુ થવાથી ગુજરાતનાં ગુલ્લીમારું શિક્ષકોની આ રીતે પોલ ખુલ્લી ગઈ

ગુજરાત સરકાર સરકારી શાળાઓમાં  શિક્ષકો માટે ઓનલાઇન હાજરી સિસ્ટમ લાવવા જઈ રહી છે ત્યારે ગુજરાતભરના શિક્ષકો તેનો વિરોધ કરી રહ્યા હતા. પણ ઓનલાઈન હાજરીને કારણે ગુજરાતના ગુલ્લીબાજ શિક્ષકો મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ઓનલાઈન હાજરીથી ગુજરાતમાં 39 શિક્ષકો એવા ઝડપાયા છે કે, જે ચાલુ નોકરીએ વિદેશ સ્થાયી થઈ ગયા હતા. આ તમામ શિક્ષકોને ડિસમિસ કરવામાં આવ્યા છે.

વર્ષ 2019ના ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં ઓનલાઈન હાજરીમાં કુલ 411 ગુલ્લીબાજ શિક્ષકો ઝડપાયાં હતા. જેમાં આગોતરી જાણકારી વિના જ વિદેશ ભાગી ગયેલાં 39 શિક્ષકોને કાયમી ધોરણે ડિસમિસ કરાયા છે. જે-તે પ્રાથમિક શિક્ષણાધિકારીને અવગત કર્યા વિના જ આ શિક્ષકો વિદેશ ભાગી ગયા હોવાનો ખુલાસો થયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સત્તાની રૂએ તમામ 39 શિક્ષકોને કાયમી ધોરણે ડિસમિસ કર્યા છે.

જાણો ક્યા જિલ્લાના કેટલાં આળસુ શિક્ષકોને નોકરી છોડવી પડી :-

જિલ્લો  શિક્ષકોની સંખ્યા 
અમદાવાદ 2
મહેસાણા 3
ખેડા 5
પાટણ 5
દાહોદ 2
ભાવનગર 3
કચ્છ 3
આનંદ 7

 

એક બાજુ યુવાનો સરકારી શિક્ષકની નોકરી મેળવવા અથાક મેહનત કરી રહ્યા છે અને આ શિક્ષકો પોતાની નીકરીનો ફાયદો ઉઠાવી, સરકારી પગાર પર મોજ શોખ કરી રહ્યા છે. બાળકોના ભવિસ્યનો પણ ખ્યાલ નથી કરતા. એક વિક્સિત દેશનો પાયો સારી શિક્ષણ વ્યવસ્થા છે. સરકારે શિક્ષણ વ્યવસ્થા સુધારવા પર ભાર મુકવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.