દુનિયાભરમાં માત્ર 112 લોકો કરે છે આ નોકરી, જાણો શું કરવું પડે છે કામ

Published on Trishul News at 1:33 PM, Sat, 10 August 2019

Last modified on August 10th, 2019 at 5:03 PM

એક સમય એવો હતો કે જ્યારે નોકરી મર્યાદિત ક્ષેત્રોમાં જ મળતી. પરંતુ આધુનિક સમયમાં સ્થિતી બદલી ચુકી છે. નોકરી માટે વર્તમાન સમયમાં અનેક ક્ષેત્ર ઉપલબ્ધ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક એવી જગ્યા પણ છે જ્યાં દુનિયાભરમાંથી માત્ર 112 લોકો જ કામ કરે છે. આ પ્રોફેસન છે પાણીનું ટેસ્ટિંગ કરવા માટેનું. જી હાં જેવી રીતે ભોજન, વાઈન, ચા વગેરે વસ્તુઓનું ટેસ્ટિંગ થાય છે તેમ પાણીના ટેસ્ટિંગ માટેની નોકરીઓ પણ અસ્તિત્વમાં આવી છે.

પાણીના ટેસ્ટ પણ અલગ અલગ પ્રકારના હોય છે. જેમાં હળવું,  ફ્રૂટી, વુડી જેવા ટેસ્ટ હોય છે. એક રિપોર્ટ અનુસાર ભારમાં આ પ્રોફેશનમાં માત્ર એક વ્યક્તિ છે અને તેનું નામ ગણેશ અય્યર છે. ગણેશ અય્યર દેશના એકમાત્ર સર્ટિફાઈડ વોટર ટેસ્ટર છે. ગણેશના જણાવ્યાનુસાર આવનારા 5થી 10 વર્ષમાં પાણી ટેસ્ટિંગના સેક્ટરમાં લોકોની માંગ વધશે.

ગણેશ અય્યર જ્યારે લોકોને કહે છે કે તે વોટર ટેસ્ટર છે તો લોકો તેમની મસ્તી કરે છે. કારણ કે આપણા દેશમાં પીવાના સાફ પાણીની એટલી ઘટ નથી. તેથી લોકો આ પ્રોફેશન વિશે વધારે જાણતા નથી. ગણેશને પણ આ સર્ટિફિકેટ વિશે વર્ષ 2010માં જાણ થઈ હતી. ત્યારબાદ તેણે જર્મનીની એક ઈંસ્ટીટ્યૂટમાંથી કોર્સ કરી આ સર્ટિફિકેટ મેળવ્યું હતું.

ગણેશના કહ્યા અનુસાર પાણીની અલગ અલગ ઓળખ હોય છે. પાણી પોતાનામાં એક યૂનિક વસ્તુ છે. તેના ફાયદા અને ટેસ્ટ પણ અલગ અલગ હોય છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે આવનારા દિવસોમાં રેસ્ટોરન્ટ બિઝનેસમાં આ પ્રોફેશનનું મહત્વ વધારે હશે. ગણેશ અય્યર બેવરેજ કંપની વીનના ભારત અને ભારતીય ઉપમહાદ્વીપના ઓપરેશન નિદેશક છે.

Be the first to comment on "દુનિયાભરમાં માત્ર 112 લોકો કરે છે આ નોકરી, જાણો શું કરવું પડે છે કામ"

Leave a comment

Your email address will not be published.


*