70 વર્ષમાં કોઈ નથી કરી શક્યું તે રાતોરાત કરી બતાવશે મોદી સરકાર, જોતી રહી જશે આખી દુનિયા

સમગ્ર દેશ હાલમાં કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યો છે. કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે.…

સમગ્ર દેશ હાલમાં કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યો છે. કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કોરોનાના પોજીટીવ દર્દીઓને બચાવવા માટે વેન્ટિલેટર ખૂબ જ જરૂર પડતી હોય છે. એવા સમયમાં સમગ્ર દેશમાં માત્ર 47000 વેન્ટિલેટર હતા. જેમાં હવે મોદી સરકાર વધારો કરવા જઈ રહી છે. દેશમાં વેન્ટિલેટરની જરૂરિયાત પૂરી કરવા માટે PM કેયર ફંડમાંથી 50,000 વેન્ટિલેટર ખરીદવાનો અગત્યનો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. લગભગ 2000 કરોડ રૂપિયાની ફાળવણી વેન્ટિલેટર ખરીદવા માટે કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, પ્રિન્સટન યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિઝાસ્ટર ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસીના સ્ટડી મુજબ, ભારત 70 વર્ષમાં કુલ 47,481 વેન્ટિલેટર્સ ખરીદી શક્યું છે, જેમાં સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલ બંનેનો સમાવેશ થાય છે. તેની સામે PM Cares Fundsના માધ્યમથી એક જ પ્રયાસમાં 50,000 વેન્ટિલેટર દેશને મળશે.

CDDEPના સ્ટડીમાં રાજ્ય મુજબ વેન્ટિલેટરની સ્થિતિને રજૂ કરવામાં આવી છે. સરકારી હૉસ્પિટલો પાસે 17,850 અને પ્રાઇવેટ સેક્ટર હૉસ્પિટલો પાસે 29,631 વેન્ટિલેટર્સ છે. તેની સામે દેશને એક જ પ્રયાસમાં 50,000 વેન્ટિલેટર્સ મળતાં કોરોના સામેની લડાઈ વધુ સારી રીતે લડી શકાશે.

CDDEPમાં રાજ્ય મુજબ વેન્ટિલેટર્સના આંકડા મુજબ ગુજરાતમાં કુલ 1,622 વેન્ટિલેટર્સ છે. સૌથી વધુ વેન્ટિલેટર્સ 7,035 ઉત્તર પ્રદેશમાં છે. મહારાષ્ટ્રમાં 5,793 અને કર્ણાટકમાં 6,553 વેન્ટિલેટર્સની સુવિધા ઉપલબ્ધ છે. સૌથી ઓછા વેન્ટિલેટર્સ 11 લક્ષ્યદ્વીપમાં છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોવિડ-19 સામે લડવા માટે PM કેયર ફંડમાંથી સરકાર 3100 કરોડ ખર્ચ કરવા જઈ રહી છે. આ રકમમાંથી અંદાજિત 2,000 કરોડ રૂપિયા વેન્ટિલેટર્સ ખરીદવા માટે ફાળવવામાં આવ્યા છે. 1000 કરોડ રૂપિયા સ્થળતાંતર કરવા મજબૂર બનેલા શ્રમિકો માટે ખર્ચ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *