મોદીના હાથ નીચેથી ખાલી માલ્યા અને મોદી જ નથી ભાગ્યા, પણ આ લોકો પણ કરોડો રૂપિયા ઉપાડી ભાગી ગયા છે. જાણો વિગતે

Published on Trishul News at 4:35 PM, Sat, 8 February 2020

Last modified on February 8th, 2020 at 4:36 PM

ભારત દેશ છોડીને ભાગી ગયેલા વય્ક્તિઓમાં તમને વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદીનું નામ જ ખબર હશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભાગેડુઓની સંખ્યા ફક્ત ત્રણ નહીં પણ વધુ છે. વિદેશ મંત્રાલયનું કહેવું એમ છે કે, દેશમાં ગુનાઓ કરનારા ગુનેગારોની સંખ્યા 70 કરતા પણ વધારે છે. આ દરેક ગુનેગારોની ઉપર ગંભીર ગુનાનો આરોપ છે. પરંતુ અત્યાર સુધીમાં સરકાર તેમને શોધીને પાછા લાવવામાં સફળ નીવડી નથી.

ભારત 70 ભાગેડુઓની શોધમાં છે.

અનેક પ્રકારોના અપરાધો કરીને લગભગ 70 લોકો ચોરીછૂપીથી દેશ છોડીને ભાગી ગયા છે. વિજય માલ્યા અને નીરવ મોદી જેવા હાઈ-પ્રોફાઈલ મામલાઓ છે તો પણ જલ્દીથી કાર્યવાહી થઈ રહી છે. પરંતુ વિદેશ મંત્રાલય લગભગ 70 એવાં લોકોને શોધી રહ્યુ છે કે જે, અલગ અલગ અનેક પ્રકારોના અપરાધોને અંજામ આપીને ભારત દેશમાંથી ભાગી ચૂક્યા છે. લોકસભામાં વિદેશમંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, સરકાર લગભગ 70 ભાગેડુઓની શોધમાં છે જે દેશ છોડીને ભાગી ગયા છે.

વિદેશ મંત્રાલયે એક સવાલનાં જવાબમાં જણાવ્યુ કે, આ 70 આરોપીઓની સામે રેડ કોર્નર નોટિસ, પ્રત્યાર્પણની અપીલ અને લુક આઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યુ છે. ઘણા મહત્વપૂર્ણ મામલાઓમાં Fugitive Economic Offenders Act, 2018 હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાગી ગયેલાં લિકરકિંગ વિજય માલ્યાની માલિકીના કિંગફિશર હાઉસને 8મીવાર હરાજી માટે રાખવામાં આવ્યુ છે. હાલમાં કિંગફિશર હાઉસ ડિફંક્ટ કિંગફીશર એરલાઈન્સ લિમિટેડનું મુખ્યાલય છે. જપ્ત સંપત્તિ માટે બેંગલોર સ્થિત ઋણ વસૂલી અધિકરણએ એક ઓનલાઈન બોલીની પ્રક્રિયાના માધ્યમથી 27 નવેમ્બરે એક નવી હરાજીની તારીખની જાહેરાત કરી હતી. સંપત્તિની પહેલી હરાજી દરમ્યાન 135 કરોડ રૂપિયા આરક્ષિત મૂલ્યથી હરાજી શરૂ કરાઈ હતી. 2016માં લગભગ 150 કરોડ રૂપિયાનું મૂલ્ય હતુ. આ વખતે 8મી હરાજીમાં 60 ટકાના મોટા ઘટાડા સાથે આરક્ષિત મૂલ્ય ફક્ત 54 કરોડ રૂપિયા કરતાં ઓછી નિર્ધારિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "મોદીના હાથ નીચેથી ખાલી માલ્યા અને મોદી જ નથી ભાગ્યા, પણ આ લોકો પણ કરોડો રૂપિયા ઉપાડી ભાગી ગયા છે. જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*