ફક્ત આ જ અધિકારીઓ પાસે સત્તા છે તમારી પાસે દંડ વસુલવાની- પતાવટ કરવામાં લાંચ ન આપી દેતા

દેશભરમાં ગુજરાત સહિતના રાજ્માંયોમાં ટ્રાફિકના નવા નિયમ આજથી લાગુ થઇ ગયા છે અને જે વાહનચાલકો નિયમનું ભંગ કરે છે તેમને રાજ્યનો ટ્રાફિક વિભાગ દંડ પણ…

દેશભરમાં ગુજરાત સહિતના રાજ્માંયોમાં ટ્રાફિકના નવા નિયમ આજથી લાગુ થઇ ગયા છે અને જે વાહનચાલકો નિયમનું ભંગ કરે છે તેમને રાજ્યનો ટ્રાફિક વિભાગ દંડ પણ ફટકારી રહ્યો છે. આજે પ્રથમ દિવસે ઘણી જગ્યાએ નાગરિકોએ આ દંડ વસૂલીનો વિરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ક્યાં ટ્રાફિક અધિકારી તેમજ આરટીઓ અધિકારી તમારી પાસેથી દંડ વસૂલી શકે અને કોણ તમારી પાસેથી દંડ ના વસૂલી શકે.

જ્યારે પણ તમને કોઈ પણ પોલીસ કર્મી કે ટ્રાફિકના જવાન અટકાવે ત્યારે જે પણ અધિકારી તમારી પાસે ડૉક્યુમેન્ટ માગે તેમની પાસે વિન્રમતાથી તમારે આઈડી કાર્ડ માગવું જોઈએ. ઘણી વખત એવા કીસાઓ બને છે જેમાં ટ્રાફિક પોલીસ ના નામે નાગરિકોને લુંટવામાં આવે છે. ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા પણ આ વાત પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. આમ પહેલાં અધિકારી પાસે આઈડી કાર્ડ માગો જેના લીધે તેના હોદ્દાની તમને ખબર પડશે.

તમને જણાવી દઈએ કે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉંચો હોદ્દો ધરાવતા પોલીસ અધિકારીઓ અને આસિસન્ટ આરટીઓ ઈન્સ્પેક્ટર જ તમારી પાસેથી જ દંડ વસૂલી શકે છે. આ ઉપરાંત આ બંને હોદ્દાની ઉપરના તમામ પોલીસ અને આરટીઓ અધિકારીઓને પણ દંડ વસૂલવાનો અધિકાર છે. આરટીઓ કચેરીના કર્લાક કે તેમના મદદનીશ અધિકારીઓ દંડ વસૂલી શકતાં નથી. ટ્રાફિક વોર્ડન, હોમગાર્ડના જવાનો અને સામાન્ય ટ્રાફિક કોન્સ્ટેબલ તમારી પાસે કોઈ જ પ્રકારનો દંડ વસૂલી શકે નહીં. જો આવું કરતા કોઈ જણાય તો તુરંત ૧૦૦ નંબર પર ફરિયાદ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *