ભાજપના કાર્યકરોની ખુલ્લેઆમ ગુંડાગીરી: મહિલાની સાડી ખેંચી અને બ્લાઉઝ ફાડી નાખ્યું- જુઓ વિડીઓ

ઉત્તરપ્રદેશમાં થઇ રહેલી પંચાયત ચુંટણીમાં ગુરુવારના રોજ ખતરનાક મારપીટ, હિંસા અને હોબાળો જોવા મળ્યો હતો. તો કેટલીક જગ્યાએ હાથબનાવટી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. સમાજવાદી…

ઉત્તરપ્રદેશમાં થઇ રહેલી પંચાયત ચુંટણીમાં ગુરુવારના રોજ ખતરનાક મારપીટ, હિંસા અને હોબાળો જોવા મળ્યો હતો. તો કેટલીક જગ્યાએ હાથબનાવટી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે કે, આ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના લોકો તેમના પ્રમુખ ઉમેદવારનું નામાંકન નથી થવા દેતા. સાથે તેમના ઉમેદવારી પત્રો પણ ફાડી નાખ્યા હતા.

ઉત્તર પ્રદેશ રાજ્યની રાજધાની લખનઉથી 65 કિલોમીટર દુર આવેલ સીતાપુરના કસમંડા બ્લોકના પ્રમુખ પદના ઉમેદવાર મુન્ની દેવી ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા હતા અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને તેમના કાર્યકરો ઉભા રહી ગયા હતા. ત્યાં તેમણે ગોળીઓ ચલાવી હતી અને પોલીસ ખુદ જ લાચાર બનીને આ તમાચો જોઈ રહી હતી.

સીતાપુરના જિલ્લાઅધિકારી વિશાલ ભારદ્વાજે જણાવતા કહ્યું હતું કે, જે પણ અત્યાર સુધીમાં માહિતી મળી છે. હવાઈ ફાયરીંગ થયુ છે, આ સમગ્ર ઘટના દરમિયાન તેમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. માથામાં ઘા વાગતા સારવાર માટે લખનઉનો હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બીજી બાજુ લખીમપુર ખીરીના પસગાવાનમા એક મહિલા સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. આ મહિલા  સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઋતુ સિંહની પ્રસ્તાવક હતી. કાર્યકર્તાઓએ સાડી ઉતારવાની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. જયારે બીજી તરફ ઋતુ સિંહની ગાડી સમજીને સપા એમએલસી શશાંક યાદવની ગાડીને રોકવામાં આવી હતી. જોકે ઋતુ સિંહ તેમનાથી બચીને ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી ગઈ હતી, જ્યાં તેમનું ફોર્મ પણ છીનવી લેવામાં આવ્યું હતું.

સમાજવાદી પાર્ટીના લખીમપુર ઘેરી જિલ્લાના પ્રમુખ ક્રાંતિ કુમારસિંહે કહ્યું છે કે, અંદાજે 100-150 ભાજપ કાર્યકર્તાઓ સ્થળની અંદર હાજર હતા. તેઓએ બીડીઓના રૂમમાં જ મારપીટ અને ઝપાઝપી શરૂ કરી હતી. જ્યારે અમે બહાર આવ્યા ત્યારે અમારી મહિલા ઉમેદવાર રીતુ સિંહ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. એક મહિલાની સાડી ઉતારી દીધી હતી અને બ્લાઉઝ પણ ફાડી નાખવામાં આવેલ હતું.

લખીમપુર ઘેરી જીલ્લામાં પણ એક નેતાનું અપહરણ કરવાની કોશિશ કરવામાં આવી હતી. કોંગ્રેસ તરફી બ્લોકના મુખ્ય ઉમેદવાર રાજન યાદવનું અપહરણ કરવાની કોશિશ કરવામાં આવી હતી. જે ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યા હતા, પરંતુ એક ઝપાઝપીમાં સ્થળમાં તેમણે પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસ નેતા સૈફ અલી ચીસો પાડતા રહ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *