વિવાદનો મધપુડો એવા જીગ્નેશ દાદાને એટલો જ ઘમંડ હોય તો કેમ પોતાના એકાઉન્ટ વેરીફાય નથી કરાવી લેતા?

પ્રતિ શ્રી,
કલાકાર જીગ્નેશ દાદા,

સુરતથી વંદન ભાદાણીના રાધે રાધે અને જય સ્વામીનારાયણ.

તમે દેશ વિદેશમાં લાખો રુપિયાના શ્રીફળ લઈને કથા કરો છો, જે કદાચ હિંદુ ધર્મ માટે ફાયદા કારક નહી હોય એટલું તમારા માટે જરૂર છે. એ મારા સહીત કેટલાય ગુજરાતીઓ સારી રીતે જાણે છે. તમે ટૂંક સમયમાં વર્ષોથી કથા કરી રહેલા અન્ય કથાકારો કરતા પણ વધુ આગળ નીકળી ગયા છો એના માટે અભિનંદન!

કદાચ હાલમાં કૃષ્ણ કે રામ ભગવાન હયાત હોત તો તેઓ પણ તમારી માફક તમને ધમકી આપવા ન આવ્યા હોત કે ભાઈ જીગ્નેશ તું મારા નામના ઉપયોગથી ભજન ના બનાવ, તું મારા નામે કથા કરીને લાખોના શ્રીફળ લેવાનું બંધ કર. મારે તમારી સફળતાની કેટલી કડવી હકીકત જણાવીને તમારું લેવલ જણાવવું છે, તો આ તમે જરૂર વાંચજો.

તમને મર્સિડીઝ અને સાથે લક્ઝરી કારનું એસ્કોર્ટ હોય તો કથા કરો છો એવો આક્ષેપ પણ થઇ ચુક્યો છે, પણ હું તેમાં પડવા માંગતો નથી. તમે તમારા રૂપિયા ક્યા વાપરો એ તમારો પર્સનલ વિષય છે. મારી જાણ મુજબ તમે કેટલાક કાવ્યો પણ બનાવ્યા છે. જેના પર લાખો ગુજરાતીઓ આફરીન પણ છે. એ કાવ્યો તમે માત્ર કમાણી ના હેતુસર બનાવ્યા હોય એવું મને આપના ધમકીભર્યા વિડીયો પરથી લાગી રહ્યું છે. તમારા જ કેટલાક કાવ્યો પર નજર કરીએ તો તમારું ડબલ સ્ટાન્ડર્ડ દેખાય આવે છે.

દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે: આને હવે હું ભજન નહિ કહું, કેમ કે હવે તમારી વૃત્તિ તમારી રચનામાંથી લોકો હવે ભગવાનના ભજન કરે એમાં રસ નથી. તમને આ વીડિયોના વ્યુ થી મળેલી હજારો ડોલરની કમાણીમાં રસ જાગ્યો છે.

તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાળી નાં હોય જો: તમને એક ધાર્મિક વૃત્તિ વાળા માણસ અત્યાર સુધી હું સમજતો હતો. પણ હવે આ ભજનના શબ્દો હવે બદલવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. તાળી વગાડો તો ડોલરની રે, બીજી તાલી નાં હોય જો, કરીએ તો તમારી ધમકી પર બંધ બેસતું લાગશે.

મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જજો રે: આ કાવ્યએ તો મારું દિલ જીતી લીધું હતું. કેમકે ગુજરાતી પરંપરા અનુસાર દ્વારે આવેલો કોઈ મહેમાન દુખી પરત ના ફરવો જોઈએ તેને તમે યોગ્ય શબ્દોમાં ઢાળ્યું હતું પણ હવે તો તમે ધમકી પર ઉતરી ગયા છો કે મારા વિડીયો મુક્યા તો પછી ખેર નથી….

તમને કદાચ ખ્યાલ નથી કે જીગ્નેશ દાદા ને પ્રખ્યાત કરવામાં કેટલાય યુટ્યુબર છે, તમારૂ નામ યુટ્યુબ માં સર્ચ કરીએ અને વિડીયો જોઈએ તો તમારી કથિત ચેનલના વિડીયો ટોપ 10 માં પણ ક્યાય નથી. તમારા વિડીયો લોકોના કારણે પ્રખ્યાત થયા છે, નહી કે તમારા રૂપાળા ચહેરાને કારણે. તમારી કથિત ઓફીશીયલ ચેનલનો તમારો અત્યાર સુધી નો સૌથી વધુ વખત સુધી જોવાયેલો વિડીયો 12 લાખ વ્યુ ધરાવે છે. જે યુટ્યુબમાં ટોપ 10 માં ક્યાય દેખાતો પણ નથી.

દ્વારિકાના જગત મંદિરમાં તમે છાના માના ફોટો પાડીને તમે જે રીતે કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણને પણ છેતર્યા હતા તે સૌ જાણે જ છે. મારે વધુ નથી કહેવું અને એક વિનંતી છે કે જો તમને ખરેખર ભગવાન શ્રી કૃષ્ણમાં જ રસ હોય તો આ ડોલર કમાવવાની વૃત્તિ રહેવા દો અને વિડીયો ડીલીટ કરી દો. અને વિડીયો ડીલીટ ન જ કરવા હોય તો તમે કૃષ્ણના નામના ભજન બનાવવાના રહેવા દો. અને કૃષ્ણના નામે પૈસા કમાવવાનું રહેવા દો. અથવા પોતાને કથાકારને બદલે કલાકાર તરીકે ઓળખ આપી દો એટલે કોઈ તમને સવાલ પણ નહી કરે.

અને હા, તમારે જો સ્ટ્રાઈક જ કરવી હોય તો ફેસબુક, ટ્વીટર, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ માં પ્રોફાઈલ વેરીફીકેશન નો ઓપ્શન છે જ. પ્રોફાઈલ વેરીફાઈ કરાવી લો. અને પછી ડોલર કમાવવાનું શરુ કરી દો. તમારે લાખોના ખર્ચે થતી કથાઓ પણ નહી કરવી પડે. ઘરે બેઠા જ લાખો કમાઈ શકશો.

અને છેલ્લે, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે…

બસ આટલું જ. રાધે રાધે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: