માનવતા જ સાચો ધર્મ: બ્રેઈન ડેડ દીકરીના અંગદાનથી 2 સેનાના જવાનો સહીત 5 લોકોને મળ્યું નવ જીવન

Published on: 5:38 pm, Sat, 16 July 22

એક યુવતી અકસ્માત(Accident)ને કારણે બ્રેઈન-ડેડ(Brain-dead) જાહેર થઇ હતી. આ પછી તેના માતા-પિતાએ અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. યુવતી ભલે દુનિયા છોડી ગઈ હોય, પરંતુ તેણે 2 સૈનિકો સહિત 5 લોકોને નવું જીવન આપ્યું. હવે તેમની આપેલી કિડનીના આધારે સેનાના બે એક્ટીવ જવાનો ન માત્ર સામાન્ય જીવન જીવી શકશે, પરંતુ ફરીથી સરહદ પર જઈને દેશની રક્ષામાં લાગી જશે. આ સમગ્ર મામલો પુણેનો છે. જ્યાં બ્રેઈન-ડેડ યુવતીના સગા-સંબંધીઓએ સાહસિક નિર્ણય લઈ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. બાળકીની કિડની, લીવર અને આંખોથી 5 લોકોને નવજીવન મળશે.

સેનાએ કરી સલામ:
સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, એક યુવાન બ્રેઈન-ડેડ મહિલા દ્વારા અંગ દાનથી પુણેની કમાન્ડ હોસ્પિટલ સધર્ન કમાન્ડ (CHSC)માં 2 સેવા આપતા આર્મી સૈનિકો સહિત 5 લોકોના જીવ બચ્યા હતા. સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, એક કમનસીબ ઘટના બાદ યુવતીને તેના જીવનના અંતિમ તબક્કામાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યાં સુધીમાં તે બ્રેઈન-ડેડ થઈ ગયા હતા. તેના પરિવારની ઈચ્છા હતી કે મહિલાના અંગો એવા દર્દીઓને દાન કરવામાં આવે જેમને તેમની અત્યંત જરૂર છે.

પાંચ લોકોને જીવનદાન મળ્યું:
સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાના 2 સેવા આપતા સૈનિકોમાં કિડની જેવા સધ્ધર અવયવોનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, આંખો CH(HC)-આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ કેમ્પસની આંખની બેંકમાં સાચવવામાં આવી હતી અને રૂબી હોલ ક્લિનિક, પુણે ખાતે લીવર દર્દીને આપવામાં આવ્યું હતું. આ રીતે યુવતીએ ભલે દુનિયા છોડી દીધી હોય, પરંતુ તેણે 5 લોકોને નવું જીવન આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.