ઈતિહાસમાં પ્રથમ વાર ગુજરાતમાં ગાંજો ઘુસાડતા ઓરિસ્સાના માફિયાની સંપત્તિ જપ્ત

ગુજરાત(Gujarat): ઓરિસ્સા(Orissa) રાજ્યનાં ગંજામ(Ganjam) જીલ્લાનો સંચીના(Sanchina) ગામના રહેવાસી અનીલ વૃન્દાવન પાંડી તથા સુનીલ વુન્દાવન પાંડી દ્વારા સમગ્ર દેશમાં ઓરીસ્સાથી ગાંજાનો જથ્થો ગેર કાયદેસર રીતે પહોંચાડવામાં…

ગુજરાત(Gujarat): ઓરિસ્સા(Orissa) રાજ્યનાં ગંજામ(Ganjam) જીલ્લાનો સંચીના(Sanchina) ગામના રહેવાસી અનીલ વૃન્દાવન પાંડી તથા સુનીલ વુન્દાવન પાંડી દ્વારા સમગ્ર દેશમાં ઓરીસ્સાથી ગાંજાનો જથ્થો ગેર કાયદેસર રીતે પહોંચાડવામાં આવે છે આ પાંડી બ્રધર્સ દ્વારા ગુજરાત રાજયમાં પણ ગાંજાનો જથ્થો અવાર-નવાર પહોંચાડવામાં આવ્યો છે. આ પાંડી બ્રધર્સ સામે સુરત શહેરમાં અલગ-અલગ પોસ્ટેમાં એનડીપીએસના કુલ ૦૪ ગુના તથા સુરત રેલ્વે અમદાવાદ શહેર,રાજકોટ ગ્રામ્ય,જુનાગઢ જીલ્લો, સુરત ગ્રામ્ય મળી કુલ્લે ૧૧ ગુનાનો દાખલ થયા છે.

આ પાંડી બ્રધર્સ પૈકી સુનીલ પાંડીને તા. ૦૮/૦૩/૨૦૨૧ના રોજ ઓરીસ્સા રાજ્યના ગંજામ જીલ્લાના સચીના ગામ ખાતેથી ક્રાઈમ બ્રાંચ સુરત શહેરની ટીમ દ્વારા પકડવામાં આવેલ આ આરોપીની ધરપકડ કરવામાં સુરત શહેર ક્રાઈમ બ્રાંચના એડીશનલ પોલીસ કમિશનરશ્રી શરદ સૌપલ સાહેબ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડવા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું છે. ત્યાર બાદ ગઈ તા.૧૩/૮/૨૦૨૧ ના રોજ ૯૯૦ કીલો ગાંજાનો જથ્થો ભુવનેશ્વર ખાતેથી ઓરીસ્સા એસ.ટી.એફ દ્વારા ઝડપી પાડવાંમાં આવ્યો હતો. આ ગાંજાનો જથ્થો પકડી પાડ્યા બાદ સુરત શહેર પોલીસ તથા એસ.ટી.એફ ઓરીસ્સા દ્વારા સંયુક્ત પ્રયત્નો કરી એન.ડી.પી.એસ એક્ટ મુજબ  કાયદેસરની કાર્યવાહી કરીને પાંડી બ્રધર્સની અલગ અલગ જમીનો તથા મિલ્કતો મળી કુલ રૂપિયા 02 કરોડ 10 લાખ જેટલાની ફ્રીઝ કરવામાં આવ્યા છે તેમજ તેઓ બન્નેના બેંક એકાઉન્ટમાં રહેલા ૨૬ લાખ રૂપિયા પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

સુનીલ પાંડી વરાછા પોસ્ટેના એન.ડી.પી.એસના ગુનામાં જામીન મુક્ત થયા બાદ એન.ડી.પી.એસ સેલ ગાંધીનગર ગુજરાત રાજ્ય દ્વારા પીટ એન.ડી.પી.એસના કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને હાલ સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે રાખવામાં આવ્યો છે.

આરોપીઓ અને તેના પરીવાર દ્વારા જે મિલ્કતો વસાવવામાં આવેલ છે તે મિલ્કતો ગેરકાયદેસરના ધંધામાથી ઉપાર્જન કરી મેળવેલ હોવાનુ તપાસ દરમ્યાન જાણાયેલ આરોપીઓના વર્ષ 2015 થી 2021 સુધી ઈન્કમટેક્સ રીટર્ન ફાઈલ કરવામાં આવેલ તેમા દર્શાવવામાં આવેલ આવક તેઓના કાયદેસરના કામધંધા માથી મેળવેલ હોય તેવું જણાતુ ન હોય અને આ મિલ્કત ગેર કાયદેસરના ધંધામાથી પ્રાપ્ત કરેલાનુ જણાતા આરોપીઓનો સચીના ખાતે આવેલ વૈભવી બંગલો તથા જમીનોની હાલની બજાર કિંમત કરોડો રૂપિયામાં થાય છે તે ઈન્કમટેક્સ એક્ટ તથા એન.ડી.પી.એસ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ફીઝ કરી દેવામાં આવી છે.

સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજય કુમાર તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ કાઈમ બ્રાંચના એડીશનલ પોલીસ કમિશનર શરદ સીંઘલ સાહેબ તથા તેમની ટીમ દ્વારા ઓરીસ્સા એસ.ટી.એફ સાથે સંકલનમાં રહી ઓરીસ્સા એસ.ટી.એફ દ્વારા નારકોટીક્સગાંજાના મુખ્ય સપ્લાયરની મિલ્કતો જપ્ત કરી ગુજરાત રાજયમાં નારકોટીક્સના કોઈ સપ્લાયર-વેચાણ કરતા આરોપીઓને બક્ષવામાં આવશે નહી જેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *