અયોધ્યામાં મસ્જિદની બહાર મુસ્લિમ ટોપી પહેરી ‘માંસ અને આપત્તિજનક પેમ્પલેટ’ ફેંકનારા હિન્દુ જ નીકળ્યા

અયોધ્યા(Ayodhya)માં દંગાને ભડકાવવાના પ્રયાસનો મોટો ખુલાસો થયો છે. જાળીવાળી કેપ પહેરેલા કેટલાક અસામાજિક તત્વોએ ધાર્મિક સ્થળો પર વાંધાજનક પેમ્પલેટ અને માંસના ટુકડા ફેંક્યા હતા. જોકે,…

અયોધ્યા(Ayodhya)માં દંગાને ભડકાવવાના પ્રયાસનો મોટો ખુલાસો થયો છે. જાળીવાળી કેપ પહેરેલા કેટલાક અસામાજિક તત્વોએ ધાર્મિક સ્થળો પર વાંધાજનક પેમ્પલેટ અને માંસના ટુકડા ફેંક્યા હતા. જોકે, સમય જતાં પોલીસે 7 આરોપીઓને પકડી લીધા હતા. તમામ આરોપીઓ હિન્દુ છે.

આ ષડયંત્રના માસ્ટર માઈન્ડનું નામ મહેશ કુમાર મિશ્રા છે. તેણે કબૂલાત કરી છે કે તે અને તેના સહયોગીઓ દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસાથી નારાજ હતા. ગુરુવારે પોલીસ તમામ આરોપીઓને મીડિયાની સામે લાવી હતી.

આ ઘટનામાં 11 લોકો સામેલ હતા
માસ્ટરમાઇન્ડ ઇચ્છતો હતો કે તેનું આ કૃત્ય સીસીટીવીમાં કેદ થાય અને પોલીસના હાથમાં પણ આવે. એટલા માટે આરોપીઓએ આવી બે મસ્જિદો પસંદ કરી જ્યાં સીસીટીવી લગાવેલા હતા. SSP શૈલેષ પાંડેએ જણાવ્યું કે આ ઘટનામાં 11 લોકો સામેલ હતા. મુખ્ય આરોપીએ તેના સાગરિતો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. અન્ય ચાર જેઓ ફરાર છે તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

મુસ્લિમ ધર્મગુરુએ સમજદારી બતાવી:
આરોપીઓએ અયોધ્યામાં મસ્જિદ કાશ્મીરી મોહલ્લા, ટાટશાહ મસ્જિદ, ઘોસિયાના રામનગર મસ્જિદ, ઇદગાહ સિવિલ લાઇન મસ્જિદ અને દરગાહ જેલની પાછળ માંસ અને વાંધાજનક પોસ્ટરો ફેંક્યા હતા. કેટલીક જગ્યાએ ધાર્મિક પુસ્તકો ફેંકીને સાંપ્રદાયિક વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે જેમના નિવેદનો લીધા હતા તે મુસ્લિમ ધર્મગુરુએ બપોરે 2 વાગ્યે ચાર બાઇક પર 8 લોકોને જોયા હતા. તે સમયે તે નમાજ પઢવા જઈ રહ્યા હતા. તેણે પહેલા વાંધાજનક પોસ્ટર જોયા અને મામલો પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સુધી લઈ ગયો.

પોલીસ પૂછપરછમાં ખુલાસો:
સમગ્ર મામલો એવો છે કે, માસ્ટરમાઇન્ડ મહેશ કુમાર મિશ્રાએ તેના સાગરિતો સાથે મળીને બ્રિજેશ પાંડેના ઘરે પ્લાન બનાવ્યો હતો. મહેશને આ પેમ્પલેટ લાલબાગના આશીર્વાદ ફ્લેક્સમાંથી છપાયા હતા. અહીંથી પણ કેટલાક ફ્લેક્સ ખરીદ્યા હતા. ચોકના ગુદરી રોડ પર આરોપી પ્રત્યુષ શ્રીવાસ્તવ, મોહમ્મદ રફીક બુક સ્ટોરમાંથી કુરાન ખરીદી હતી.

પમ્મી કેમ્પ હાઉસમાંથી ટોપી ખરીદવામાં આવી હતી. આકાશે લાલબાગમાંથી માંસ ખરીદ્યું હતું. 26 એપ્રિલની રાત્રે 10 વાગ્યે નાકા વર્મા ધાબા ખાતેથી સામાન એકત્ર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બધા બ્રિજેશના ઘરે આવ્યા. જ્યાં ફ્લેક્સ પર આપત્તિજનક  ટિપ્પણીઓ લખવામાં આવી હતી.

અયોધ્યાના જ રહેવા વાળા છે તમામ ષડયંત્રકારી:
આ ઘટનાના તમામ આરોપીઓ અયોધ્યાના છે. મહેશ મિશ્રા વિરુદ્ધ કુલ 7 FIR નોંધાયેલી છે. મહેશકુમાર મિશ્રા ખોજનપુર ખાતે રહે છે. પ્રત્યુષ શ્રીવાસ્તવ આવાસ વિકાસ કોલોનીમાં રહે છે, જ્યારે નીતિન કુમાર રીડગંજ હમદાની કોઠીમાં રહે છે. દીપક કુમાર ગૌર ઉર્ફે ગુંજન નાકા મુરાવન ટોલા પોલીસ સ્ટેશન, બ્રિજેશ પાંડે હૌંસિલા નગર, શત્રુઘ્ન પ્રજાપતિ સહદતગંજ, કુમ્હાર મંડી, વિમલ પાંડે કુમારગંજનો રહેવાસી છે. આ સમગ્ર મામલામાં ACS હોમ અવનીશ અવસ્થીએ અયોધ્યા પોલીસને 1 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *