ઓવૈસીનો આરોપ: મોદી સરકાર કોરોનાનો મૃત્યુ આંક છુપાવી રહી છે, પીએમને જનતાની કાઈ પડી નથી

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કોરોનાથી મૃત્યુઆંક અંગે સરકારના આંકડા પર સવાલ ઉઠાવ્યા છે અને તેમણે દાવો કર્યો છે કે કોરોનાથી મૃત્યુ પામેલા…

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કોરોનાથી મૃત્યુઆંક અંગે સરકારના આંકડા પર સવાલ ઉઠાવ્યા છે અને તેમણે દાવો કર્યો છે કે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના આકડા જે બતાવવામાં આવી રહ્યા છે પરંતુ આંકડા તેના કરતા ઘણા વધારે છે. સાથે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે, સરકાર મોતના આંકડા છુપાવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાના મૃત્યુઆંક અંગે વિપક્ષી નેતાઓના નિશાના પર છે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે, ‘દેશમાં બીજી લહેર દરમિયાન કોરોનાના સંક્રમણને કારણે 20 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. જયારે મોદી સરકારના આંકડા વાસ્તવિકતાથી ઘણા દૂર છે. સરકાર મોતનો ચોક્કસ આંકડો છુપાવી રહી છે. કોઈ પણ રાજ્યમાં આઇસીએમઆર દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું નથી. દરેક જિલ્લામાં મોતનાં આંકડા છુપાવવામાં આવી રહ્યા છે.

મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, ધ ઇકોનોમિસ્ટ અનુસાર વાસ્તવિક આંકડો જે બતાવવામાં આવી રહ્યો છે તેના કરતા છ ગણો વધારે છે. પરંતુ મોદી સરકાર તે માનવા તૈયાર નથી.

સાથે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે, સરકારને સામાન્ય જનતાની સમસ્યાઓ સાથે કઈ પણ લેવા દેવા નથી. કેટલાય બાળકોના માતા પિતા કોરોનાના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે અને બાળકો અનાથ થઇ ચુક્યા છે. પરંતુ મોદી સરકાર સમજવા તૈયાર નથી. સાથે તેમણે કહ્યું છે કે કોરોનાની બીજી લહેરમાં મોદી સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. સરકાર વેક્સીનેશનમાં પણ ફેઈલ ગઈ છે. મોદી સરકાર ઈચ્છી રહી છે કે મોદી સરકાર તેમની ખોટી પ્રશંસા કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *