ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ઓવૈસીએ હિન્દૂ મંદિરનો વિકાસ કરવા માટે 10 કરોડ, મસ્જિદ માટે 3 કરોડ રૂપિયાની માંગ કરી

અકબરુદીન ઓવૈસી કે જે કટ્ટર મુસ્લિમવાદી નેતા તરીકેની ઓળખ ધરાવે છે તેમણે મંદિરનો જીર્ણોદ્ધાર માટે તેલંગાણા સરકાર પાસેથી ફંડ ની માંગણી કરી છે. ઓવૈસીએ મુખ્યમંત્રી ચંન્દ્રશેખર રાવને રવિવારે એક આવેદન આપ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવેદનમાં શહેરમાં આવેલ સિંહવાહિની મહાકાળી ના જીણોદ્ધાર માટે 10 કરોડ રૂપિયા તેમજ અફઝલગંજ મસ્જિદની મરમ્મત માટે 3 કરોડ રૂપિયાની માંગણી કરી છે.

ઓવૈસીએ તેલંગાણા શહેરમાં આવેલ પ્રગતિ ભવન સ્થિત મુખ્યમંત્રી આવાસ માં ચંદ્રશેખર રાવ સાથે રવિવારે મુલાકાત કરી. મુખ્યમંત્રી રાવે પણ એઆઈએમઆઈએમ ના ધારાસભ્ય ઓવૈસી ને મંદિર અને મસ્જિદ ના જીણોદ્ધાર માટે ધન આપવાનું આશ્વાસન આપ્યું છે. જણાવી દઈએ કે આ પ્રથમ વખત જ છે જ્યારે હવે છીએ મંદિરને લઇને સરકાર સમક્ષ કોઈ માંગ રાખી છે.

ઓવૈસી પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ છે

અકબરુદીન ઓવૈસી પોતાના કટ્ટર મુસ્લિમવાદી સ્વભાવ અને ધાર્મિક કારણોને કારણે ચર્ચામાં રહે છે. તેમના પર ધાર્મિક ભાવના ભડકાવવાના આરોપમાં અદાલતમાં ઘણા બધા કેસ ચાલી રહ્યા છે. કટ્ટર હિન્દુવાદી બીજેપી નેતા રાજા સિંહે પણ જુના શહેરમાં સ્થિત અહમદ શાહી મસ્જિદ નો પ્રવાસ કર્યો છે અને મસ્જિદ ના જીણોદ્ધાર માટે સહયોગ આપવાનો ભરોસો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે બન્ને ઓવૈસી ભાઈઓ મોદી સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. હાલમાં જ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ નાગરિકતા સંશોધન કાયદાનો પણ બંને ભાઈઓએ જોરદાર વિરોધ કર્યો હતો. સાથે જ આ કાયદા વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા આંદોલનને પણ તેઓ સમર્થન આપી રહ્યા છે.