ગોપાલ ઈટાલીયાની પોલીસે કરી ધરપકડ, આણંદ લઈ જવા રવાના

પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન અને સક્રિય કાર્યકર્તા ગોપાલ ઈટાલીયાની સુરત ક્રાઈમ બ્રાન્ચ અને આણંદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે, ગોપાલ ઈટાલીયાની ધરપકડ…

પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન અને સક્રિય કાર્યકર્તા ગોપાલ ઈટાલીયાની સુરત ક્રાઈમ બ્રાન્ચ અને આણંદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

જોકે, ગોપાલ ઈટાલીયાની ધરપકડ ક્યાં ગુનામાં અને આણંદના ક્યાં પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે તે જાણવા મળ્યું નથી. જોકે, ગોપાલ ઈટાલીયાની આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

પાટીદાર અનામત આંદોલનના નેતા ગોપાલ ઈટાલીયા હાર્દિક અને અલ્પેશની નજીકના લોકોમાં ગણતરી થાય છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેના વીડિયો મેસેજવાળા વીડિયો આગની જેમ વાઈરલ થયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં ઘણા સમયથી ફરાર હતો. જેથી આજે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી આણંદ જિલ્લા પોલીસે તેની ધરપકડ કરી હતી.અને આણંદ લઈ જવા રવાના થાય હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *