લાઈટ બીલ ભરવાના પૈસા નથી ને પાકિસ્તાન યુદ્ધ ની વાતો કરે છે.વાંચો વધુ..

ઈમરાનખાન સરકારની હાલત એવી છે કે, પોતાના જ સચિવાલયના બાકી વીજ બીલ પેટે 41 લાખ રુપિયા ભરવાના પણ ફાંફા છે.બીજી તરફ પાકિસ્તાની સેના ભારત સાથેના…

ઈમરાનખાન સરકારની હાલત એવી છે કે, પોતાના જ સચિવાલયના બાકી વીજ બીલ પેટે 41 લાખ રુપિયા ભરવાના પણ ફાંફા છે.બીજી તરફ પાકિસ્તાની સેના ભારત સાથેના યુધ્ધનો ભય બતાવીને પાકિસ્તાનની સરકાર પાસેથી વધારેને વધારે રકમ પડાવી રહી છે.

પાકિસ્તાન 22 વર્ષમાં 30 થી વધારે વખત ઈન્ટરનેશન મોનેટરી ફંડ પાસે લોનની ભીખ માંગી ચુક્યુ છે.પાકિસ્તાના અખબારના અહેવાલ પ્રમાણે હાલમાં પાકિસ્તાન પર 105 અબજ ડોલરનુ દેવુ છે અને તેની સામે પાકિસ્તાનની તિજોરીમાં માત્ર 15 અબજ ડોલરનુ વિદેશી હુંડિયામણ પડેલુ છે.

આ દેવુ પૂરઝડપે વધી રહ્યુ છે અને બીજી તરફ પાક સેનાના મોટા અધિકારીઓ એશોઆરામ કરી રહ્યા છે.પાકિસ્તાનના કુલ બજેટના 20 ટકા તો પાક સેના જ લઈ જાય છે.દર વર્ષે સેના બજેટમાં વધારો કરાવે છે.હાલમાં પાકનુ રક્ષા બજેટ 1.13 લાખ કરોડ રુપિયા છે.જે સરકારી જાહેરાત કરતા ઘણુ વધારે છે.તેના પર સંસદમાં કોઈ ચર્ચા થતી નથી.સેનાના હિસાબોનુ ઓડિટ પણ થતુ નથી.તેની સામે પાકિસ્તાન શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓ પાછળ માત્ર 5 ટકા જ ખર્ચ કરે છે.

એટલુ જ નહી પાકના અર્થતંત્ર પર પણ સેનાનો કબ્જો છે.પાક સેના મીટ, ગેસ, ખાતર, બેન્ક, પાવર ક્ષેત્રમાં 50 કંપનીો ચલાવે છે.જે સેનાના ફોજી ફાઉન્ડેશનના નમે ચાલે છે.જેની વાર્ષિક આવક 1.5 અબજ ડોલર છે.સેનાના પીઠબળથી ચાલતા સંગઠનો રિયલ એસ્ટેટ, ફૂડ અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં પણ વર્ચસ્વ જમાવીને બેઠા છે.હવે સેના ઓઈલ અને ખાણ ખનીજ સેકટરમાં પણ ઝુકાવવાની તૈયારી કરી રહી છે.

જ્યારે જ્યારે કોઈ પાકિસ્તાની સરકાર સેનાના પ્રભુત્વને ખાળવાની કોશિશ કરે છે ત્યારે પાક સેના નારાજ થઈને સરકારને ઉથલાવી નાંખે છે.પરવેઝ મુશરફના મામલામાં આવુ જ થયુ હતુ.પાકિસ્તાની સેનાના હાલના ચીફ કમર બાજવા જ પરદા પાછળથી ઈમરાનખાન સરકાર ચલાવતા હોવાનુ કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *