પાકિસ્તાનને UN તરફથી લપડાક, કશ્મીર પર મધ્યસ્થતાની માગ ઠુકરાવી

Pakistan denies UN demand for mediation on Kashmir

પાકિસ્તાન તરફથી સતત જમ્મુ-કશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવવામાં આવી રહ્યો છે અને તમામ બાજુએથી તેમના હાથમાં નિરાશા આવી છે. હવે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ તરફથી પણ પાકિસ્તાનને નિરાશા હાથ લાગી છે.

ગુટેરેસનું કહેવુ છે કે જમ્મુ-કશ્મીરનો મુદ્દો ભારત-પાકિસ્તાન અંદરો-અંદર વાતચીત કરીને ઉકેલશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આ મુદ્દે મધ્યસ્થતા કરવાનો ઈનકાર કરી દીધો છે અને જવાબમાં કહ્યુ કે ભારત કહેશે તો વિચાર કરીશુ.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પ્રતિનિધિ મલીહા લોધી તરફથી એન્ટોનિયો ગુટેરેસની સામે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો. હવે એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફિન દુજારેક તરફથી નિવેદન આપવામાં આવ્યુ છે કે ભારત-પાકિસ્તાનને કોઈ પણ પ્રકારના આક્રમક વલણથી બચવુ જોઈએ અને બંને દેશોએ કાશ્મીરને લઈને પોતાના મતભેદનો દ્વિપક્ષી વાતચીતથી નિવેડો લાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Advertisements
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...